+

IND vs BAN: ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા PM મોદીએ બંને ટીમોને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

IND vs BAN: T20 વર્લ્ડકપ 2024માં આજે એટલે કે 22 જૂન શનિવારના રોજ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN)ટકરાશે. આ મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ બંને ટીમોને…

IND vs BAN: T20 વર્લ્ડકપ 2024માં આજે એટલે કે 22 જૂન શનિવારના રોજ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN)ટકરાશે. આ મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ બંને ટીમોને શુભેચ્છા પાઠવી હતી. બંને વચ્ચેની આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તે પહેલા આવો જાણીએ પીએમ મોદીએ આ મેચ પર શું કહ્યું.

PM મોદીએ આપી શુભકામનાઓ

PM મોદીએ કહ્યું, “હું આજે સાંજે ક્રિકેટ વર્લ્ડકપ મેચ માટે બંને ટીમોને મારી શુભેચ્છા પાઠવું છું.” બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે અને અમે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.”

સુપર-8માં ભારત અને બાંગ્લાદેશ ટકરાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટૂર્નામેન્ટની 47મી મેચ હશે. આ સુપર-8 તબક્કાની મેચ છે. આ પહેલા ભારત અને બાંગ્લાદેશની ટીમો સુપર-8માં એક-એક મેચ રમી ચૂકી છે. ભારતે સુપર-8માં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે 47 રને જીત મેળવી હતી. તે જ સમયે, બાંગ્લાદેશે સુપર-8માં તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં તેને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી

નોંધનીય છે કે ભારતીય ટીમ 2024 ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી ચુકી છે.ટીમે ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે ત્રણ મેચ રમી હતી. મેન ઇન બ્લુની ગ્રુપ સ્ટેજમાં કેનેડા સામેની ચોથી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટીમે આયર્લેન્ડ સામે 8 વિકેટે, પાકિસ્તાન સામે 06 રનથી અને અમેરિકા સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અફઘાનિસ્તાન સામે 47 રને જીત મેળવી હતી.

આ પણ  વાંચો  IND VS BAN : શું વરસાદમાં ધોવાશે INDIA નું સેમિફાઇનલમાં જવાનું સપનું?

આ પણ  વાંચો  – T20 WORLD CUP 2024 : SOUTH AFRICA નું સ્થાન સેમીફાઇનલમાં હવે લગભગ નક્કી! ENGLAND શું કરી શકશે પલટવાર?

આ પણ  વાંચો  – BCCIએ વધુ એક સીરીઝની જાહેરાત કરી, જાણો પૂર્ણ વિગત

Whatsapp share
facebook twitter