+

IND VS AUS : ઓસ્ટ્રેલિયાના કપ્તાને કર્યા ‘સર’ જાડેજાના વખાણ, પિચ કંડિશન્સ અને વર્લ્ડ કપ જીતવા અંગે પણ કરી વાત

વિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે.…

વિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ અંતિમ મહા મુકાબલામાં રોહિત શર્માની ભારતીય ટીમ અને પેટ કમિંસની ટીમ ઓસ્ટ્રેલિયા એક બીજા સાથે ટકરાશે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદ ખાતે આગમન થઈ ગયું છે.  વિશ્વકપની ફાઈનલની જંગને લઈને ટીમ ઓસ્ટ્રેલિયા અમદાવાદ આવી પહોંચી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિંસની આજે પ્રેસ કોન્ફરેંસ યોજવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના સુકાની અને બોલિંગ ઓલ રોઉંડરે આવતીકાલે રમાવનારી મેચ અંગે પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

વિશ્વયકપ 2003 માં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત ટકરાયા હતા. જેમાં ભારતનો 125 રનથી કારમો પરાજય થયો હતો. આ બાબત અંગે કમિંસને પૂછવામાં આવ્યું હતું કે આવતીકાલે ભારત 2003 નો બદલો લેવા ઉતરશે તો એ બાબતે એમનું શું માનવું છે, તો કપ્તાને જવાબમાં કહ્યું હતું કે – આવતીકાલની મેચ ખૂબ સારી જવાની છે, અમને તેના માટે ખૂબ ઉત્સાહ છે, અમારા બેટ્સમેન સારી પાર્ટનરશિપ કરે તેવી આશા અમે રાખી રહ્યા છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 30 હજાર કરતાં પણ વધુ ફેન્સ એક સાથે બેસીને મેચનો આનંદ માણી શકે છે. આવતીકાલની મેગા ફાઇનલમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટશે તે વાતમાં કોઈ શંકા નથી. આમ મેચમાં ક્રાઉડનું  મહત્વ ઘણું રહવાનું છે, જે બાબત અંગે કમિંસે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે – અહીંયાનું ક્રાઉડ વન સાઈડ રેહવાનું છે, અહીંયાના દર્શકોના કારણે મેચ વધારે રસપ્રદ થાય છે.

કપ્તાન કમિંસે પિચ કંડિશન્સ વિષે પણ વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક કલાક માટે સ્વિંગ અહીંયા મળે છે, પછી સ્વિંગ બંધ થાય છે, પરંતુ એટલા સમયમાં વધુ વિકેટ લેવી અમારો પ્રયાસ રહેશે. વધુમાં તેમણે ફાઇનલ મેચ અંગે કહ્યું હતું કે – અમે અનુભવી છીએ, અમારી ટીમ 8 ફાઇનલ રમી છે, જેમાંથી અમે  5 જીત્યા છે. અમને એમ મોટી જીત મેળવવાનો અનુભવ છે અને એ જ અનુભવ અમને ખૂબ કામ લાગશે.

ઓસ્ટ્રેલિયાના કપ્તાને વધુમાં ભારતીય ટીમ, ટોસ અને ડ્યું વિશે પણ ચર્ચા કરી હતી, જેમાં ભારતીય ટીમના મજબૂત પાસાઓ અંગે પણ કમિંસે વાત કરતાં કહ્યું હતું કે – મોહમ્મદ શમી ક્લાસ બોલર છે, તેના સિવાય પણ સારા બોલર ભારત પાસે છે, સર જાડેજા પણ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. વધુમાં ટોસની અગત્યતા અંગે તેમણે કહ્યું હતું કે, આ એવી જગ્યા અને એવા ગ્રાઉન્ડ છે જ્યાં ટોસ મહત્વના સાબિત થાય છે અને અમદાવાદની પીચ પર ડ્યું મહત્વનું ફેક્ટર પણ મહત્વનું સાબિત થશે.

અંતમાં વર્લ્ડ કપ જીતવાની ગૌરવશાળી ક્ષણ વિશે પણ તેમેને વાત કરી હતું જેમાં તેમણે કહ્યું હતું કે –  કેપ્ટન તરીકે આ ટ્રોફી જીવવું ખૂબ મોટી અને  સફળતાની વાત છે, જો અમે ટ્રોફી જીતિયે છે તો ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ હશે.

આ પણ વાંચો — અમદાવાદમાં ફાઈનલ મેચ : સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે બંદોબસ્તમાં ખડેપગે

 

 

 

 

Whatsapp share
facebook twitter