+

IND vs AFG: નવીન ઉલ હકના બોલ પર વિરાટે મારી સિક્સર, જોતા રહી ગયા બાંગ્લાદેશી ખેલાડી

IND vs AFG: IPLમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈ કોણ ભૂલી શકે છે. જો કે હવે બંને ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર છે, જ્યારે…

IND vs AFG: IPLમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈ કોણ ભૂલી શકે છે. જો કે હવે બંને ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર છે, જ્યારે પણ કોહલી અને નવીન એકબીજાની સામે આવે છે. ત્યારે ચાહકો ઉત્સાહથી ભરાઈ જાય છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.

વિરાટ કોહલીએ માર્યો શાનદાર સિક્સ

વિરાટ કોહલીએ અફઘાનિસ્તાનના બોલર નવીન ઉલ હકને જોરદાર રીતે સિક્સ ફટકાર્યો હતો. આ દ્રશ્ય પાંચમી ઓવરમાં જોવા મળ્યું હતું. નવીન ઉલ હકના પ્રથમ બોલ પર વિરાટ કોહલીએ 2 રન લીધા હતા. આ પછી બે બોલ ખાલી નીકળ્યા. ત્યારપછી ચોથી ઓવરમાં મોટા શોટની શોધમાં રહેલા કોહલીએ નિર્ભય શૈલી અપનાવી હતી. નવીન આ બોલ ફેંકતાની સાથે જ વિરાટ આગળ વધ્યો અને બેટનું મોં ખોલ્યું અને ઓફ સ્ટમ્પથી દૂર જતા બોલ પર ડાઉન ધ ગ્રાઉન્ડ સિક્સર ફટકારી. વિરાટનો આ સિક્સ એટલો જોરદાર હતો કે બોલ સીધો સ્ક્રીન પર ગયો. નવીન ઉલ હક આ દ્રશ્ય જોઈને ચોંકી ગયો હતો.

"𝙆𝙤𝙝𝙡𝙞 𝙜𝙤𝙚𝙨 𝙙𝙤𝙬𝙣 𝙩𝙝𝙚 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🤩

That shot surely reminded us of a miraculous innings! Will #ViratKohli play a big knock tonight?

𝐒𝐔𝐏𝐄𝐑 𝟖 👉 #AFGvIND | LIVE NOW | #T20WorldCupOnStar pic.twitter.com/bcSIumhG4Z

— Star Sports (@StarSportsIndia) June 20, 2024

નવીને કેચ છોડ્યો

આ પછી નવીન ઉલ હક થોડો કમનસીબ હતો. તે બાઉન્ડ્રી નજીક રિષભ પંતનો કેચ ચૂકી ગયો હતો. જો કે શાનદાર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને પણ મોટો આંચકો લાગ્યો હતો. તે નવમી ઓવરમાં આઉટ થયો હતો. કોહલી નવમી ઓવરના ત્રીજા બોલ પર રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. મોટો શોટ રમવાની કોશિશમાં તે મોહમ્મદ નબીના હાથે કેચ થઈ ગયો. આ મેચમાં વિરાટ કોહલીએ 24 બોલમાં 24 રન બનાવ્યા હતા. તેણે માત્ર એક સિક્સ ફટકારી હતી. કોહલીના ફોર્મથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

આ પણ  વાંચો  – BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમો આવશે ભારત

આ પણ  વાંચો  – CRICKET જગતમાં શોકનો માહોલ,આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા

આ પણ  વાંચો  – ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ

Whatsapp share
facebook twitter