+

India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ છે કેપ્ટન

India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ (Team India Squad)ની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને (ROHIT SHARMA)સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ…

India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ (Team India Squad)ની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને (ROHIT SHARMA)સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી  છે

 

હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી.

સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે આઇપીએલથી મેદાનમાં વાપસી કરી હતી. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.

શિવમ દુબે અને અક્ષર પટેલની કરાઇ પસંદગી

બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સીઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.

 

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

 

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન

 

T20 વર્લ્ડ કપ ગ્રુપ

  • ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રુપ સી- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
  • ગ્રુપ ડી- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

 

આ પણ  વાંચો KKR vs DC : દિલ્હીના કપરા ચઢાણ, કોલકતા એક જીત સાથે પહોંચી શકે છે Playoff ની વધુ નજીક

આ પણ  વાંચો – PCB New Coach : ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડી બન્યો પાકિસ્તાને હેડ કોચ

આ પણ  વાંચો GT vs RCB : વિલ જેક્સની તોફાની સદી, બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત

Whatsapp share
facebook twitter