+

IND vs ENG: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, સરફરાઝ અને ધ્રુવ ડેબ્યૂ કરશે

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ  (IND vs ENG ) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી રાજકોટમાં પ્રારંભ થયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા અત્યારે ક્રિઝ પર…

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ  (IND vs ENG ) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી રાજકોટમાં પ્રારંભ થયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા અત્યારે ક્રિઝ પર છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

 

ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટમાં 4 ફેરફાર કર્યા છે. મુકેશ કુમાર, અક્ષર પટેલ, કેએસ ભરત બહાર છે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજની ટીમમાં વાપસી થઈ છે. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને ત્યાં ડેબ્યુ કર્યું. અનિલ કુંબલેએ મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને ડેબ્યૂ કેપ આપી હતી. દિનેશ કાર્તિકે ટેસ્ટ કેપ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને આપી. રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે મુકેશ કુમારને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે રાંચીમાં ટીમ ઈન્ડિયામાં જોડાતા પહેલા તેની રણજી ટ્રોફી ટીમ બંગાળમાં જોડાશે.સિરીઝમાં એક-એક મેચ જીતીને બંને ટીમો હાલમાં બરાબરી પર છે. હૈદરાબાદમાં પ્રથમ મેચ ઇંગ્લેન્ડની ટીમે જીતી હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયાએ મેચ જીતીને વાપસી કરી હતી. રાજકોટની પીચને પટ્ટાની વિકેટ કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.

 

ઈંગ્લેન્ડ પહેલા જ ટીમની જાહેરાત કરી ચૂક્યું છે

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે 14 ફેબ્રુઆરીએ જ રાજકોટમાં રમાનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમનાર માર્ક વૂડની ટીમમાં વાપસી થઈ છે. વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ ટેસ્ટ રમનાર શોએબ બશીરને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ માટે રાજકોટ ટેસ્ટ મેચ ખાસ રહેશે, કારણ કે તે તેની 100મી ટેસ્ટ મેચ હશે.

 

 

શોએબ બશીર બહાર છે, આ છે કારણ

વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ ટેસ્ટમાં શોએબ બશીર સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યો હતો. તેને 4 વિકેટ ચોક્કસ મળી હતી, પરંતુ તે કોઈ ફોર્મમાં દેખાતો નહોતો. શોએબ બશીરે પ્રથમ દાવમાં કુલ 38 ઓવર ફેંકી હતી, જે દરમિયાન માત્ર એક ઓવર મેડન હતી અને તેણે પ્રથમ દાવમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. શોએબ બશીરની ડેબ્યૂ વિકેટ ભારતીય કેપ્ટન રોહિત શર્માની હતી, જેણે તેને પ્રથમ દાવમાં 14 રન પર આઉટ કર્યો હતો. આ સિવાય તેણે પ્રથમ દાવમાં અક્ષર પટેલ અને મુકેશ કુમારને પણ આઉટ કર્યા હતા. ભારતની બીજી ઇનિંગમાં તેણે સેન્ચુરિયન શુભમન ગિલને આઉટ કર્યો હતો.

 

 

શા માટે માર્ક વૂડની પસંદગી કરવામાં આવી?

રાજકોટની પટ્ટા વિકેટ પર ફાસ્ટ બોલર માર્ક વૂડને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો તે સમજની બહાર છે. કારણ કે રાજકોટની વિકેટ સ્પિન ફ્રેન્ડલી ગણાય છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં માર્ક વુડ ખરાબ રીતે ફ્લોપ થયો હતો. હૈદરાબાદ મેચમાં બંને ઇનિંગ્સમાં તે એક પણ વિકેટ લઇ શક્યો નહોતો.

 

બંને  ટીમ ખેલાડીઓ 

ઈંગ્લેન્ડ ટીમ : જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

ભારતીય  ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

 

 

ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

1લી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (ઇંગ્લેન્ડ 28 રનથી જીત્યું)
બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારત 106 રનથી જીત્યું)
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
4થી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
5મી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા

 

આ  પણ  વાંચો  – India vs England : મેચના એક દિવસ પહેલા SCA સ્ટેડિયમના નામમાં ફેરફાર, હવે આ નામે ઓળખાશે

 

Whatsapp share
facebook twitter