+

IND vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીયે, ભારતની 100 રને શાનદાર જીત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતની 100 રને જીત થઈ છે. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતની 100 રને જીત થઈ છે. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 229 રન બનાવ્યા હતા. જેથી ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગોટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ છે.

 

 

આ જીત સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની છે. ભારત અત્યારે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જો કે, સેમીફાઈનલમાં પહોંચવા માટે 14 પોઈન્ટની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ભારત હજુ લીગ મેચમાં 3 મેચ રમશે. જે સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. જેમાંથી કોઈ 1 મેચમાં ભારતીય ટીમના જીતવાથી ભારતીય ટીમ સેમીફાઈનલમાં ક્વોલીફાઈ કરશે.

ઈંગ્લેન્ડે 30 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતે આપેલા 230 રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડે પ્રથમ બે ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 17 રન બનાવી લીધા હતા. ત્યારપછી એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આ ટાર્ગેટ આસાનીથી હાંસલ કરશે, પરંતુ ત્યારપછી પાંચમી ઓવરમાં 30ના કુલ સ્કોર પર જસપ્રીત બુમરાહે ડેવિડ મલાનને આઉટ કરીને ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. બુમરાહે બીજા જ બોલ પર જો રૂટને પણ આઉટ કર્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 30 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

 

શમી અને બુમરાહે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો

આ પછી મોહમ્મદ શમીએ બેન સ્ટોક્સને શૂન્ય પર આઉટ કરીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ત્યારબાદ શમીએ બેયરસ્ટોને પણ બોલ્ડ કર્યો હતો. આ રીતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 30 રન બનાવી ચુકેલા ઈંગ્લેન્ડે 39 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ આ શરૂઆતી આંચકોમાંથી બહાર નીકળી શકી નથી. શમી અને બુમરાહે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો હતો જ્યારે બાકીનું કામ કુલદીપ યાદવે કર્યું હતું. કુલદીપે 52ના કુલ સ્કોર પર જોસ બટલરને આઉટ કરીને ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો.

 

ઈંગ્લિશ ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ

અડધી ટીમ 52 રનમાં આઉટ થઈ ગયા બાદ મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોને સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું. જોકે તેઓ લાંબો સમય ટકી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ 24મી ઓવરમાં 81ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ શમીએ મોઈન અલીને આઉટ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. આ પછી ક્રિસ વોક્સ 10, લિયામ લિવિંગસ્ટોન 27, આદિલ રાશિદ 13 અને માર્ક વુડ શૂન્ય રને આઉટ થયા હતા. આ રીતે સમગ્ર ઈંગ્લિશ ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ભારત તરફથી મોહમ્મદ શમીએ સાત ઓવરમાં 2 મેડન આપીને માત્ર 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 32 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવે 24 રન આપીને બે ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.

 

આ પણ  વાંચો –ક્રિકેટના ચાહકો માટે મોટી ખુશ ખબર, ભારતીય ટીમમાં વાપસી કરવા જઇ રહ્યા છે રિષભ પંત..

 

Whatsapp share
facebook twitter