+

Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?

લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં Gujarat First દ્વારા…

લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં Gujarat First દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક મોટા રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો જેમાં આકરા અને તીખા સવાલો પણ કરવામાં આવ્યા છે.

આ સાથે Conclave માં વેપારીઓ સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે જેમાં રાજકોટના બિઝ્નેસમેનનો શું છે મિજાજ તે પણ આપણને જાણવા મળ્યો છે. Gujarat First ના Conclave માં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ, રિયલ એસ્ટેટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, જેમ્સન જ્વેલરીના માલિક મયુર ઓડેસરા, વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ડિરેક્ટર અમૃત ગટીયા, એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણી હાજર રહ્યા હતા.

જાણો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે શું કહ્યું…

રાજકોટની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ જ છે, કે સૌરાષ્ટ્રની પ્રજા પોતે સેલ્ફ ડેવલોપમેન્ટમાં માનનારી પ્રજા છે. તેઓ જાતે વિકાસ કરી અને રાજકોટને એક અગ્રીમ રાખ્યું છે. આ સાથે સરકારે પણ વિકાસ માટે ઘણો બધો સપોર્ટ કર્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં એવા ઘણા બધા કામો છે જે સરકાર અને બધા સાથે મળીને કરવાના છે. રાજકોટ ગ્રોથ માટે સૌથી ફાસ્ટ ઉભરતું શહેર છે. આ રાજકોટે જે અત્યારસુધીમાં હરણફાળ ગ્રોથ કરેલો છે મને આશા અને અપેક્ષા છે કે આવનારા સમયમાં રાજકોટ સમગ્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ફાસ્ટ ગ્રોથ તરીકે નામના ધરાવશે.

જાણો રિયલ એસ્ટેટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ શું કહ્યું…

રાજકોટનું માર્કેટ હજુ 10 થી 15 વર્ષ સુધી ખૂબ ગ્રોથભર્યું રહેશે. રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં AIIMS આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું, રાજકોટથી અમદાવાદ 6 લેન રોડ બનાવવામાં આવ્યા અને હજુ પણ ઘણા એવા કામ છે જે ચાલુ છે. રાજકોટ એક શાંતપ્રિય શહેર છે. સૌરાષ્ટ્રમાં જો કોઈ રહેવાનું પસંદ કરે તો તે પહેલા રાજકોટની જ પસંદગી કરે છે. રાજકોટણી આજુબાજુ 10 હજાર કરતા પણ વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેના કારણે રાજકોટ ખૂબ વખણાય છે અને એવું નથી કે એક ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ જશે તો રાજકોટ પડી ભાંગશે. બીજી ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે રાજકોટનું નામ આગળ વધારી રહી છે. અમદાવાદ કરતા પણ વધારે ભાવ રાજકોટના છે તેના પર પરેશભાઈએ કહ્યું કે, અમદાવાદમાં લોકોને પહેલા સુવિધા મલે છે અને પછી તેઓ ત્યાં રહેવા જાય છે જ્યારે રાજકોટમાં લોકો પહેલા રહેવા જાય છે અને પછી જો સ્ટ્રીટ લાઈટો અને બીજી બધી સુવિધાઓ મળે છે. લોકો દૂર રહેવા જવા ટેવાયેલા નથી લોકો જ્યાં સુવિધા મલે છે ત્યાં જ રહે છે એટલે આપનો પોકેટ છે એ ઓછો છે અને કસ્ટમર્સ વધારે છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળે છે.

જાણો જેમ્સન જ્વેલરીના માલિક મયુર ઓડેસરાએ શું કહ્યું…

રાજકોટ એ જેમ્સન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે અને વિશ્વના 95 ટકા જેટલા ગ્રાહકો પાસે રાજકોટમાં બનેલા સોના કે દાગીનાની વસ્તુઓ તેમના ઘરમાં પડી જ હોય છે. રાજકોટમાં જો આટલું બધું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે જેમ્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનો ફાળો 7 થી 9 ટકા જેટલો છે. અને આવનારા સમયમાં પણ જેમ્સન જ્વેલરી એ રાજકોટના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે. રાજકોટના સોની બજારમાંથી પણ જ્યારે બોલિવૂડ સેલિબ્રિટીઓ જ્વેલરી ખરીદે છે તો એ બોલિવૂડમાં પણ ફેમસ થઇ જાય છે અને એટલું જ નહીં સમગ્ર ભારતમાં રહેલા ફેમસ મંદિરના ભગવાનના દાગીના પણ મોટી સંખ્યામાં રાજકોટમાં બંને છે. એના રાજકોટની દાગીના બનાવવાની કલાકૃતિઓ રાજા રજવાડાઓમાં પણ ખૂબ ફેમસ હતી.

જાણો વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ડિરેક્ટર અમૃત ગટીયાએ શું કહ્યું…

રાજકોટ અનેક પ્રકારના બિઝનેસ ધરાવે છે. છેલ્લા ટૂંકા સમયમાં ખૂબ સારો એવો ગ્રોથ કર્યો છે. હમણાં જ એક સર્વે આવ્યો હતો જેમાં 10 નંબરનું ગ્રોથ કરતુ શહેર રાજકોટ છે. રાજકોટમાં GIDC ઓ ઓછી છે પરંતુ ઉદ્યોગકારો વધારે છે. ડિફેન્સ, એરોસ્પેસ, રેલ્વે લગભગ અને પ્રકારબ બિઝનેસના કારણે અને ખાસ ઓટોમોબાઈલ હબના કારણે ખૂબ આગળ પડતું છે. મર્સિડીઝ અને ઓડી ગાડીઓના પાર્ટ્સ અહી બંને છે અને એક્સપોર્ટ થાય છે. 1 લાખથી ઉપર ઉદ્યોગ આધારિત વેપારીઓ રાજકોટમાં છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. રાજકોટણી આજુબાજુ પણ અનેક ઇન્ડસ્ટ્રીઝ બનાવવામાં આવી છે અને રાજકોટને ગ્રોથ મામલે વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. MSME સેક્ટરમાં પણ ખૂબ કામ કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈએ 2020 ની અંદર Make In India અને આત્મનિર્ભર ભારત એજે કોન્સેપ્ટ હતો એના અનુસંધાને સરકારે પણ ઘણું બધું કાર્ય કર્યું છે અને ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ઘણો બધો થયો છે. આ સિવાય આવતા 5 વર્ષમાં આના કરતા પણ વધારે ગ્રોથ થશે એનું એક જીવતી જાગતું ઉદાહરણ છે કે અત્યારે આપણે ડિફેન્સની અંદર આત્મનિર્ભર થઇ ગયા છીએ તે છે. અને રાજકોટ એ એક શાંત વિસ્તાર છે અને અહીં રહેતા લોકો પણ બિઝનેસને વધુ પડતું પ્રોત્સાહન આપતા રહે છે.

જાણો એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણીએ શું કહ્યું…

ચાઈનાનાની વસ્તુઓને લઈને કરવામાં આવેલા સવાલમાં તેમણે કહ્યું કે, રાજકોટમાં એવું કશું જ નથી કે ચાઈના બનાવે છે તે રાજકોટમાં ન બની શકે. ચાઈનાની મોટા પ્રકારણી ટેકનોલોજીએ રાજકોટે એડોપ્ટ કરી લીધી છે. એક માન્યતાઓ હજી કે નજીકના અમારા મોરબી ક્લસ્ટર, અંકલેશ્વર ક્લસ્ટર કે કેમિકલ ક્લસ્ટરના મશીનો અને ફૂડ મશીનો ઇમ્પોર્ટ કરવા પડતા હતા પણ જ્યારે એવી પરિસ્થિતિ થઇ કે આ બધા મશીનોમાં મેટલ જ વપરાય છે અને એન્જિનિયરિંગ જ કામ આવે છે ત્યારે અમે એક MOU સાઈન કર્યું છે આ બધાની સાથે કે ચાઈનાથી પાર્ટ્સ મંગાવવો મોંઘો પડતો હતો તે અમે 10 ટકાથી ઓછી કિંમતમાં બનાવી આપીએ છીએ. આના કારણે અમે એન્જિનિયરિંગને વાચા આપીશું અને જે કઈ ઈમ્પોર્ટ કરવું પડે છે તે બંધ કરી આત્મનિર્ભર તરફ વધુ આગળ વધીશું.

જાણો Video માં વેપારીઓએ વધુ શું કહ્યું…

આ પણ વાંચો : GUJARAT FIRST CONCLAVE 2024: રૂપાલાની જીતને લઈ જાણો શું છે ઉદય કાનગડનું ગણિત

આ પણ વાંચો : Gujarat First Conclave 2024 : તીખા સવાલો અને પરેશ ધાનાણીના સ્ફોટક જવાબો..!

આ પણ વાંચો : Gujarat First Conclave 2024 : સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે હાલના વાયરા વિશે શું કહ્યું…

 

Whatsapp share
facebook twitter