+

GUJARAT FIRST CONCLAVE 2024: ક્ષત્રિય આંદોલન, સુરત બેઠક, રાજકોટ જ્ઞાતિ ગણિત, BJP અંગે લલિત કગથરાના બેબાક જવાબ

રાજ્ય સહિત દેશભરમાં હાલ લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભા ચૂંટણીનો માહોલ તેના ચરમસીમાએ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે ગુજરાતી મીડિયા ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટો અને…

રાજ્ય સહિત દેશભરમાં હાલ લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભા ચૂંટણીનો માહોલ તેના ચરમસીમાએ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે ગુજરાતી મીડિયા ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટો અને વિશેષ કાર્યક્રમ ‘Gujarat First Conclave 2024’ લઈને આવ્યું છે. આજે દિવસભર ‘Gujarat First Conclave 2024’ કાર્યક્રમના મંચ પર રાજ્યની વિવિધ જાણીતી અને લોકપ્રિય હસ્તીઓ ઉપસ્થિત રહી અને પોતાના વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા સાથે જ વિવિધ સવાલોના જવાબ પણ આપ્યા. ‘Gujarat First Conclave 2024’ ના મંચ પર કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ પાટીદાર નેતા અને ખેડૂત આગેવાન એવા લલિત કગથરાએ (Lalit Kagathara) પણ હાજરી આપી હતી અને સવાલોના જવાબ આપી નિખાલસ સંવાદ કર્યો હતો. તો આવો જાણીએ તેમણે શું કહ્યું…

પરેશભાઈ વરરાજા બની ગયા અને તમે અણવર બન્યા પણ જીતનું ગણિત શું ?

રાજકોટની સંસદીય મતવિસ્તારમાં ગયા વખતે હું કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હતો. હું સાડા ત્રણ લાખ મતે હાર્યો હતો. એ હું સ્વીકારું છું. 2014 માં જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા હતા અને પુલવામા જેવી એક સંવેદનશીલ ઘટના બની હતી, જેમાં આપણા ઘણા બધા સૈનિકો શહીદ થયા હતા. ત્યારે દેશભરમાં એક લાગણીનો પ્રવાહ હતો અને હું સાડા ત્રણ લાખ મતે હાર્યો હતો. પરંતુ, આ વખતે મારું સ્પષ્ટ માનવું છે કે રાજકોટની 7 ધારાસભામાં છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના શાસન હેઠળ જે વચન આપવામાં આવ્યા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું (BJP) કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે તેને લઈને બીજેપીના જ પાયાનાં કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે જ લોકોમાં પણ નારાજગી છે અને મોંઘવારી પણ આસમાને છે. બેકારીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આવા સંજોગોમાં આ વખતે કોંગ્રેસ (Cngress) પાર્ટી આ બેઠક જીતવાની છે.

આ વખતે રાજકોટ લોકસભા બેઠક પર એક પણ ધારાસભ્ય નથી કેવી રીતે વિજય થશે ?

લલિત કગથરાએ કહ્યું કે, ગયા વખતે હું ધારાસભ્ય હતો વાકાંનેરથી બીજા ધારાસભ્ય હતા. પણ 2015 માં પાટીદાર આંદોલનના (PAAS) કારણે જે લોકોનું માનસ બદલ્યું હતું અને અમે અને બીજા 10 એક ધારાસભ્યો બની ગયા હતા અને બીજા 10 એક ધારાસભ્યો પણ હતા. તે વખતે પાટીદાર આંદોલન હતું અને આ વખતે ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan) છે એટલે આ બેઠક અમે જીતવાના છીએ.

ક્ષત્રિયોના મત નિર્ણાયક ભૂમિકા ભજવશે ?

ક્ષત્રિય સમાજમાં (Kshatriya Samaj) નારાજગી છે, જુવાનોમાં બેરોજગારી અને મોંઘવારીને લઈને નારાજગી છે. ખેડૂતોની વાત કરીએ તો તેમને ખેત પેદાશના ભાવ નથી મળતા અને મોંઘવારીથી પણ તેઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે તેઓ પણ બીજેપીથી નારાજ છે આથી મને વિશ્વાસ છે કે આ વખતે રાજકોટ (Rajkot) સંસદીય મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે.

ક્ષત્રિય આંદોલન ન હોત તો શું કોંગ્રેસ પાસે કોઈ જીતનું ગણિત નહોતું ?

આ સવાલનો જવાબ આપતા લલિત કગથરાએ કહ્યું કે, 100 ટકા નહોતું. આ વાત હું સ્વીકારું છું. હું સ્વીકારું છું કે જે રીતે અમારા સંગઠનમાં નબળાઈ છે, જે રીતે 7 ધારાસભામાં અમારી હાર થઈ હતી અને જે સ્થિતિ હતી, તેમાં રાજકોટ બેઠક જીતવાની જગ્યા નહોતી. હું આ વાત સ્વીકારું છું. ક્ષત્રિય આંદોલનના લીધે આ વખતે ગુજરાતમાંથી 7 બેઠકો કોંગ્રેસના ફાળે આવશે.

સુરતની બેઠક તો ગઈ, બે બેઠક પર AAP છે તો હવે 23 માંથી 7 બેઠક જ કોંગ્રેસ જીતશે ?

લલિત કગથરાએ કહ્યું કે, ગુજરાતની પ્રજાએ આ વખતે નક્કિ કરી લીધું છે. જે છબીની વાત કરતા હતા તેમણે એક બેઠક બિનહરીફ જીતી લીધી છે પરંતુ તે સરમુખત્યારશાહીથી જીતી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) લોકશાહીમાં માનતી નથી માત્ર સરમુખત્યારશાહીમાં માને છે અને વિપક્ષને નાબૂદ કરવામાં માને છે. ત્યાર સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ પાર્ટી સરમુખત્યારશાહી તરફ જઈ રહી છે. હું એ સ્પષ્ટ રીતે માનું છું કે ભાજપનો ધારાસભ્ય કે સંસદસભ્ય એ પ્રજાનો પ્રતિનિધિ નથી એ માત્ર પીએમ મોદી (PM Narendra Modi) અને અમિતભાઈ શાહના (Amit Shah) કહ્યા પ્રમાણે કરનારી વ્યક્તિ છે. તે પ્રજાના પ્રશ્નોની વાત કરવા માટે સર્જાયેલો નથી.

આ કોંગ્રેસની નબળાઈ નથી કે સારા ઉમેદવાર પણ ઊભા ના રાખી શકે, કોંગ્રેસના નેતા ફૂટી જાય અને BJP ને દોષ આપવો ?

આ વાત એવી થઈ કે તમારા ઘરમાં ઘરફોડી થાય તમારી પાસેથી ઘરેણું લૂંટી જાય, ઘર તોડી જાય પછી તમે ઘરધણીને ક્યો કે તમારામાં તેવડ નથી ઘર સાચવવાની. તમે ઘર તોડવાવાળાને પ્રશ્ન કરો કારણે કે તમારે લોકશાહીમાં માનનારા અને પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ પ્રકારે તમારી પાર્ટીમાં ભેળવવાના છે. એનો મતલબ છે કે તમે લોકશાહીમાં માનતા નથી. તમારે વિરોધ પક્ષને રહેવા નથી દેવો. આજ ભારતીય જનતા પાર્ટીના ચીમનભાઈ શુક્લએ (Chimanbhai Shukla) 20 દિવસના આંદોલન કર્યા હતા, મગનભાઈ સોનપાલ એકમાત્ર કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા ત્યારે ચીમનભાઈએ 20 દિવસના ઉપવાસ કર્યા હતા. ત્યારે સિદ્ધાંતનો માહોલ હતો હવે ખરીદ વેચાણનો માહોલ છે.

કોંગ્રેના નેતાઓ વેચાઈ કેમ જાય છે ?

આ સવાલનો જવાબ આપતા લલિત કગથરાએ કહ્યું કે, કોઈ પણ પ્રકારે તેમને સત્તા જોઈએ છે. તેમને લોકશાહીના મૂલ્યોને મારીને કચડી નાખવા છે. સત્તા અપનાવવા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છે. પણ કોંગ્રેસને લોકશાહીના ઢબે સત્તા જોઈએ છે. અમારી BJP ના સિસ્ટમ પ્રમાણે સત્તા જોઈતી નથી. અમારે બીજેપીની જેમ ખોટા વચનો આપી લોકોને ગુમરાહ કરી અમારે સત્તા જોઈતી નથી. અમારે સત્યથી અને સાચી વાત કરીને સત્તા જોઈએ છે.

રાજકોટમાં ક્ષત્રિય સમાજનું ગણિત કેવું, અહીં તો નિર્ણાયક મતો લેઉઆ પટેલના છે ?

લલિત કગથરાએ કહ્યું કે, રાજકોટની (Rajkot) 7 સંસદીય મતવિસ્તાર છે. તેમાંથી સાડા 3 ગ્રામ્ય મતવિસ્તાર છે. જે ખેડૂત, ખેતી અને ગામડાં સાથે સંકળાયેલ છે. જે વર્ગ 100 ટકા દુ:ખી છે. તેમણે ખબર છે કે છેલ્લા 4 વર્ષોમાં કપાસના ભાવ રૂ. 1100થી રૂ.1400ની વચ્ચે રમે છે. કપાસની ખેતી માટે બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ડીઝલ તમામના ભાવમાં 40થી 50 ટકા સુધીનો વધારો થયો છે. આ લોકોના પરિવારમાં પણ જેમને દીકરા-દીકરીના લગ્ન કરવા હોય તો સોનું લેવા જવું પડે જેના ભાવ પણ આસમાને છે. આ બધા કારણોસર આજે પ્રજા ખૂબ જ દુ:ખી છે. આથી મને વિશ્વાસ છે કે આ વખતે રાજકોટની પ્રજા કોંગ્રેસ સાથે રહેશે.

BJP સાથે જોડાયેલ પાટીદાર સમાજને લઈ કોંગ્રેસ શું રણનીતિ અપનાવશે ?

તેમણે કહ્યું કે, તમામ પાર્ટી જ્ઞાતિના મત ગણતરી પ્રમાણે ટિકિટ આપે છે. આખા ગુજરાતમાં આ સત્ય હકીકત છે કે જ્ઞાતિનો ઉમેદવાર તેની જ્ઞાતિ તરફ ઢળે છે. પાટીદાર આંદોલન સમયે રાતના બે વાગે પણ હાર્દિક પટેલને આવકારવા માટે આ જ રિંગરોડ પણ મોટી સંખ્યામાં પાટીદારોથી ભરાઈ જતો હતો. ત્યારે જ્ઞાતિવાદ નહોતો. જ્ઞાતિવાદના હિસાબે જ બધા ભેગા થતા હતા. જ્ઞાતિવાદની અસર દરેકને થાય. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં દરેક સમાજ ખોટી વાત અને વાયદાઓથી કંટાળી ગયા છે. ત્યારે કોંગ્રેસ સત્યની વાત કરે છે શક્ય હોય તેની વાત કરે છે.

લોકસભામાં એક પણ કડવા પાટીદાર ઉમેદવાર નથી તેનું દુ:ખ છે ?

લલીત કગથરાએ જવાબ આપતા કહ્યું કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ દરેક સમાજની સામે એ જ સમાજનો ઉમેદવાર આપ્યો હતો. પણ આ વખતે કોંગ્રેસ અન્ય સમાજના ઉમેદવારને તક મળે તેવી રણનીતિ અપનાવી છે.

અહીં જુઓ લલિત કગથરા સાથેનો સંપૂર્ણ સંવાદ

આ પણ વાંચો – Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?

આ પણ વાંચો – Gujarat First Conclave 2024: રાજકોટના રાજકારણને લઈને જય વસાવડાના રમુજી અંદાજમાં ચાબખા

આ પણ વાંચો – Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?

 

Whatsapp share
facebook twitter