+

Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?

Gujarat First Conclave 2024: ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે…

Gujarat First Conclave 2024: ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં પૂર્વ ધારાસભ્ય તથા 2022 ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી અને ત્યારબાદ આપમાંથી ફરી કોગ્રેસમાં આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે પણ રસપ્રદ વાતચીત થઇ હતી.

પરેશભાઇને જ લડાવાની વાત હતી

પરેશ ધાનાણીને ટિકિટ આપવાના પક્ષના નિર્ણયથી તમે નારાજ છો તેવી રાજકીય ગલીયારામાં ચર્ચા છે તેવા પ્રશ્નનો જવાબ આપતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે પરેશભાઇનું સજેશન જ મારુ હતું અને કઇ ગલીયારીમાં આવી ચર્ચા છે તે મને ખબર નથી. કોળી સમાજમાંથી ટિકીટ આપવી જોઇએ તેવી પણ વાત ન હતી. પરેશભાઇને જ લડાવાની વાત હતી. પાર્ટીએ જ નક્કી કર્યું હતું કે પરેશ ધાનાણી જ લડશે.

બે ત્રણ જણને જૂથવાદ કહો તો વાતમાં દમ નથી

તમે મજબૂત નેતા શોધતા હતા અને પરેશ ધાનાણીની એન્ટ્રી બાદ જૂથવાદ બહાર આવ્યો છે તેવી વાત અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે અમારામાં બે ચાર જણા હશે જેમને આવું રાજકારણ ચલાવવું છે તેમાંથી કોઇએ ચલાવ્યું હશે..બાકી કાર્યકરો ખુશ છે અને કાર્ય કરી રહ્યા છે. બે ત્રણ જણને જૂથવાદ કહો તો વાતમાં દમ નથી.

હવે પરેશભાઇ પણ જીતશે

તમે રાજકોટ બેઠક પર અમરેલીથી પરેશ ધાનાણીને લાવ્યા છો તો તમારી પાસે શું ગણીત છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે એની પાછળ ઘણા બધા ગણીત છે. 2009માં કોઇને ખ્યાલ ન હતો કે શું રિઝલ્ટ આવશે. કુંવરજીભાઇ જીત્યા હતા અને હવે પરેશભાઇ પણ જીતશે. ગણીત એ જાહેર મંચનો વિષય નથી

સંયુક્ત રીતે લડાઇ ઉપરથી નક્કી થઇ

આપ સાથે ગઠબંધનના નિર્ણયને તમે કેટલી હદે સ્વીકારો છો..લોકસભામાં શું ફાયદો થશે તે વિશે જણાવતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે આખા ગુજરાતમાં 23 પર અમે લડીએ છીએ. બંનેની પક્ષની સભામાં બંને પક્ષના કાર્યકરો આવે છે. જે નક્કી થયું તે પ્રમાણે ચાલીએ છીએ. સંયુક્ત રીતે લડાઇ ઉપરથી નક્કી થઇ છે અને તે પ્રમાણે જ ચાલીએ છીએ.

બીતી હુઇ બાતે ક્યું કરતે હો

વિધાનસભામાં આપના કારણે 40 બેઠકો પર નુકશાન થયું છે તેવા તીખા સવાલનો જવાબ આપતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે બીતી હુઇ બાતે ક્યું કરતે હો….અમે નિર્ણય પર આવ્યા કે સાથે લડીશું..આવતીકાલ સુધારી શકીશું

આ વખતે ગુજરાતમાં એક પણ વિવાદ જોયો નથી

પ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદ દુર થયો તેમ માનો છો તેવા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આ વખતે જે ટિકિટ દેવાઇ…તમે જોશો કે તેમાં ક્યાંય જૂથવાદ નથી. સારો તે મારો તે શક્તિભાઇની વાત મને ગમે છે. શક્તિભાઇ આખા ગુજરાતને બહુ ગમે છે તે વાત મને બહુ ગમે છે. તે ગુજરાતનો દરેક વર્ગ, જ્ઞાતિનો સ્વીકૃત ચહેરો છે. તેમને કોઇ ડરાવી, ધમકાવી કે ખરીદી શકે નહી તેવો ચહેરો પ્રમુખ તરીકે મુકાયો છે. આ વખતે ગુજરાતમાં એક પણ વિવાદ જોયો નથી. ભાજપમાં ઘણા વિવાદ થયા છે.

આ સરકાર બધાને દબાવે છે

કોંગ્રેસ પરિણામ લાવી શકશે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે પરિણામ કોઇ દિવસ અન્ય પક્ષના વિવાદથી ના આવે..આ લડાઇ ભાજપ-કોગ્રેસની છે જ નહી. આ લડાઇ લોકશાહી ટકાવવા માટે છે. લડાઇ મોંઘવારી સામે છે. બધા ઉદ્યોગપતિઓ અહી હતા અને મને દુ:ખ થાય કે સુખી થયેલા લોકોનો અવાજ દબાયેલો લાગે ત્યારે દુ: ખ થશે. બધાનો અવાજ દબાયેલો છે. આ સરકાર બધાને દબાવે છે.

વિકાસ માટે સામાન્ય માણસને ભાજપે શું આપ્યું

ઇન્દ્રનીલ કેમ દબાયા નથી તેવા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે મારી પાસે પૈસા છે પણ વધારે થવા જોઇએ તે લાલસા નથી. મે નબળુ કે ખોટું કામ કર્યું નથી જેથી મને કોઇ દબાવી શકે. કોંગ્રેસની નીતિથી હું કાંઇ થયો છું. કોંગ્રેસની નીતિ અને તેની પર ચાલવાની દ્રઢતા પર હું માનું છું. દરેકના ઘરમાં ટીવી હોય કે વીજળી હોય, પાણી આવતું હોય, સારુ મકાન કે ગાડી હોય..તેમાં ભાજપે શું આપ્યું છે. કોંગ્રેસ વિકસીત દેશમાં લાવ્યો છે. કોંગ્રેસે દેશને અણુતાકાત બનાવી છે. વિકાસ માટે સામાન્ય માણસને ભાજપે શું આપ્યું. ભૂખમરાનો રેશીયો વધ્યો છે ભાજપની સરકારમાં….રોડ તો સરખા કરો…

રામ મંદિરના દર્શન કરવા અમે બધા જઇશું

કોગ્રેસ આવા મુદ્દા કેમ ઉઠાવતું નથી તેના જવાબમાં તેમણે કહ્યું કે મીડિયા બતાવતું નથી. દિલ્હીની મીડિયા રાહુલજીની નબળી વાતને જ ચલાવે છે. જ્યારે કોંગ્રેસે રામ મંદિર બાબતે નિર્ણય કર્યો ત્યારે દુ:ખ ના થયું તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે ના સહેજે દુ:ખ ના થયું…વિકાસ માટે સામાન્ય માણસને ભાજપે શું આપ્યું. ચાર શંકરાચાર્ય કરતા મોટા નરેન્દ્ર મોદી નથી. શું ભાજપના વોટ માટે ઇન્દ્રનીલે બ્રાહ્મણ તરીકે દુ:ખ લગાડવાનું…રામ મંદિરના દર્શન કરવા અમે બધા જઇશું પણ જ્યારે શંકરાચાર્ય કહેશે ત્યારે જઇશું

રાજકીય મતના લાભ સિવાય કોઇ ફરક પડતો નથી

ભાજપે કાશ્મીરનો 370નો નિર્ણય લીધો તેમાં કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કેમ કર્યો તેવો જનતાના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે કાશ્મીરમાં 370મી કલમ ભારત સરકારે રાજા હરિસિંહની માગણીના અનુસંધાનમાં તેમને આપેલ વાયદો હતો. તે વાયદો જે તે દિવસની સરકારનો વાયદો હતો. તમને ખબર નહી હોય કે હૈદરાબાદ કે જૂનાગઢ એ રીતે લઇ લીધું કે ત્યાંની પ્રજા હિન્દુ હતી. કાશ્મીરની પ્રજા મુસ્લીમ હતી. છતાં આપણે તે લઇ લીધું હતું. આપણે બાંહેધરી આપી હતી. 370 હટવાથી ઇન્ટરનેશનલ કક્ષાએ આપણી આબરુ ઓછી થઇ કે સરકાર ફરી શકે છે. રાજકીય મતના લાભ સિવાય કોઇ ફરક પડતો નથી.

ટિકિટ નથી દેવાની તે તેમને કહી પણ દીધું હતું

તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પહેલા વિક્રમ સોરાણીને ચૂંટણી લડવા માગતા હતા. વિક્મભાઇનું નામ મુક્યું હતું. ટિકિટ નથી દેવાની તે તેમને કહી પણ દીધું હતું.

અમને ધીરજ પણ છે અને અમે રસ્તો પણ નહી ચુકીએ

ગ્રાઉન્ડ સ્થિતી શું છે તેના જવાબમાં તેમણે કહ્યું કે પહેલા તો હું કોંગ્રેસનો હનુમાન છું. શક્તિસિંહે મને હનુમાન તરીકે સ્વીકાર્યો છે તેનો મને આનંદ છે. મને ભાજપ સરકાર જોઇતી નથી. હું લોકો માટે રાજકારણ કરું છું. તમે સ્ટ્રેટેજી પુછો અને બીજી બાજુ હનુમાન કહે તો મેળ પડતો નથી. અમે 70 વર્ષ જવાબદારીથી શાસન કર્યું છે. અમને ધીરજ પણ છે અને અમે રસ્તો પણ નહી ચુકીએ. અમે સબળા રસ્તે જઇશું. આ લોકોએ 65 વર્ષ મહેનત કરી તો 5 થી 25 વર્ષ શું વાત છે. સરકાર કોઇની પણ હોય પણ દેશની વ્યવસ્થા સચવાવી જોઇએ. આ સરકાર બધાને દબાવે છે.

મને ભાજપની સરકાર નથી જોઇતી તે માટે હું આપમાં ગયો હતો

મને ભાજપની સરકાર નથી જોઇતી તે માટે હું આપમાં ગયો હતો. પણ તે ભાજપને જ મદદ કરવા આવ્યા હતા તેથી 4 મહિનામા ઘેર પાછો આવ્યો. તે મુળભુત ભાજપને ફાયદો કરાવવા માગતા હતા. કોંગ્રેસ સેવા માટે શ્રેષ્ટ પ્લેટફોર્મ છે તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો—- Gujarat First Conclave 2024: રાજકોટના રાજકારણને લઈને જય વસાવડાના રમુજી અંદાજમાં ચાબખા

આ પણ વાંચો—- GUJARAT FIRST CONCLAVE 2024: રૂપાલાની જીતને લઈ જાણો શું છે ઉદય કાનગડનું ગણિત

આ પણ વાંચો— Gujarat First Conclave 2024 : તીખા સવાલો અને પરેશ ધાનાણીના સ્ફોટક જવાબો..!

Whatsapp share
facebook twitter