+

Ramoji Rao History: કોણ હતાં એશિયાની સૌથી વિશાળ ફિલ્મ સિટી બનાવનારા Ramoji Rao ?

Ramoji Rao History: આજરોજ પ્રસિદ્ધ Ramoji Film City ના સંસ્થાપક અને રામોજી ગ્રુપના પ્રમુખ Ramoji Rao નું હૈદરાબાદમાં 87 વર્ષે નિધન થયું છે. જોકે તેમને 5 જૂનના રોજ હૈદરાબાદની એક…

Ramoji Rao History: આજરોજ પ્રસિદ્ધ Ramoji Film City ના સંસ્થાપક અને રામોજી ગ્રુપના પ્રમુખ Ramoji Rao નું હૈદરાબાદમાં 87 વર્ષે નિધન થયું છે. જોકે તેમને 5 જૂનના રોજ હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આ હોસ્પિટલની અંદર તેમણે તેમના અંતિમ શ્વાસ લીધા હતા.

  • તેમણે ધીમે-ધીમે સિનેમા તરફ પોતાની પકડ બનાવી

  • 2016 માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા

  • આ Ramoji Film City 1666 એકરમાં ફેલાયેલી છે

તો Ramoji Rao નો જન્મ 16 નવેમ્બર, 1936 ના રોજ આંધ્ર પ્રદેશના પોડાપારુપુડીના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેના કારણે ભૂસ્તરે તેમની પકડ પહેલાથી મજબૂત હતી. જોકે તેમનું અસલ નામ રામય્ય હતું, જેને તેમણે સમય જતા બદલી રામોજી કરી નાખ્યું હતું. તેમણે શૈક્ષણિક સ્તરે સાહિત્ય, ઉદ્યોગપતિ અને મીડિયા એન્ટરપ્રેન્યોર તરીકે જાણીતા હતા. તેમની પત્ની રામાદેવી હતી. તેમના બે પુત્ર સુમન અને કિરણ હતા. સમય જતા તેઓ દિલ્હી રોજગારી માટે આવ્યા હતા.

તેમણે ધીમે-ધીમે સિનેમા તરફ પોતાની પકડ બનાવી

દિલ્હી બાદ Ramoji Rao વિશાખાપટ્ટનમ આવી ગયા હતા. ત્યાં તેઓ ટૂક સમયમાં જ એક પ્રખ્યાત પ્રકાશન ઈનાડુ અખબારના પ્રમુખ બની ગયા હતા. ત્યારબાદ તેમણે ધીમે-ધીમે સિનેમા તરફ પોતાની પકડ બનાવી હતી. ત્યારે તેઓ દુનિયાનું સૌથી મોટું ફિલ્મ પ્રોડક્શન હાઉસ Ramoji Film City, રામોજી ગ્રુપ, ETV નેટવર્ક અને ફિલ્મ પ્રોડક્શન કંપની ઉષા કિરમ મૂવીના તેઓ પ્રમુખ બન્યા હતા.

2016 માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા

તે ઉપરાંત રામોજી ગ્રુપ અંતર્ગત માર્ગાદારસી ચિટ ફંડ, રામોદેવી પબ્લિક સ્કુલ, ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટલ્સ અને પ્રિયા ફૂટ્સ જેવા અન્ય ઉદ્યોગો પણ આવે છે. Ramoji Rao ને તેલુગુ સિનેમા અને મીડિયામાં અનેક યોગદાન માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2016 માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની સાથે તેમને નુવ્વે કાવલી 2000 માટે તેલુગુમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેની સાથે તેમને રામિનેની ફાઉન્ડેશન અને ફિલ્મફેયર લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ Ramoji Film City 1666 એકરમાં ફેલાયેલી છે

જોકે Ramoji Rao ની સૌથી મોટી ઉપલબ્ધિ તેમના દ્વારા બનાવવામાં આવેલુ Ramoji Film City છે. આ ફિલ્મ સિટીની સ્થાપના 1966 માં થઈ હતી. આ ફિલ્મ સિટીમાં અનેક સ્ટૂડિયો આવેલા છે. તે ઉપરાંત અનેક ફિલ્મોના સેટ પણ તૈયાર કરવામાં આવેલા છે. ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસથી લઈને બાહુબલી જેવી વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મોની શૂટિંગ આ ફિલ્મ સિટીમાં થઈ છે. Ramoji Film City ની અંદર અનેક બગીચાઓ, 50 થી વધારે તૈયાર સ્ટૂડિયો, ડિજિટલ્સ ફિલ્મ બનાવાની સુવિધા અને અનેક હાઈ ટેક્નોલોજીની લેબ બનાવવામાં આવી છે. અનેક મીડિયાના અહેવાલોમાં આ Ramoji Film City 1666 એકરમાં ફેલાયેલી છે.

આ પણ વાંચો: Ramoji Rao :રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા, 87 વર્ષની વયે થયું નિધન

Whatsapp share
facebook twitter