+

UP Crime Case: નાના ભાઈએ ભાભી સાથે લગ્ન કરતા, અન્ય ભાઈઓએ ખુની ખેલ અંજામ આપ્યો

UP Crime Case: ઉત્તર પ્રદેશના બાગપતમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઈઓએ મળીને પોતાના જ ભાઈની હત્યા કરી નાખી છે. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે…

UP Crime Case: ઉત્તર પ્રદેશના બાગપતમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઈઓએ મળીને પોતાના જ ભાઈની હત્યા કરી નાખી છે. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે તેના મોટા ભાઈની વિધવા સાથે લગ્ન કર્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

  • પત્ની રિતુએ તેના નાના ભાઈ યશવીર સાથે લગ્ન કર્યા

  • પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા

  • પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો

બાગપતના પોલીસ અધિકારી એનપી સિંહે જણાવ્યું કે આ ઘટના 14 જૂન રાત્રે બની હતી. પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ ઈશ્વરના પુત્ર યશવીર (32) તરીકે થઈ છે, પોલીસને ખબર પડી કે યશવીરની હત્યા તેના મોટા ભાઈઓએ કરી છે. ઈશ્વરને ચાર પુત્રો સુખવીર, ઓમવીર, ઉદયવીર અને યશવીર છે.

પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા

પોલીસે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે સુખવીરના મૃત્યુ બાદ તેની પત્ની રિતુએ તેના નાના ભાઈ યશવીર સાથે લગ્ન કર્યા. અન્ય ભાઈઓને આ લગ્ન પસંદ ન હતા. જેના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. દિલ્હીમાં બસ ચલાવતો યશવીર શુક્રવારની રાત્રે ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફર્યો હતો.

પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો

નશાની હાલતમાં ઓમવીર અને ઉદયવીર સાથે બોલાચાલી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં વિવાદ એટલો વધી ગયો કે ઓમવીર અને ઉદયવીરે યશવીરની ગોળી મારીને હત્યા કરી દીધી.આ પછી બીજા દિવસે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Manipur Fire Accident: મણિપુરના મુખ્યમંત્રીના નિવાસસ્થાનની પાસે લાગી વિકરાળ આગ

Whatsapp share
facebook twitter