+

Tejashwi Yadav Home: બિહારમાં રાતોરાત અસંખ્ય પોલીસ બંદોબસ્ત તૈનાત કારયો તેજસ્વી યાદવના ઘરની બહાર

Tejashwi Yadav Home: બિહાર (Bihar BJP) માં ફ્લોર ટેસ્ટ (NDA Floor Test) પહેલા રાજકારણ ગરમાયું છે. આજે પોલીસ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના ઘરે પહોંચી હતી. જે બાદ હંગામો વધુ…

Tejashwi Yadav Home: બિહાર (Bihar BJP) માં ફ્લોર ટેસ્ટ (NDA Floor Test) પહેલા રાજકારણ ગરમાયું છે. આજે પોલીસ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના ઘરે પહોંચી હતી. જે બાદ હંગામો વધુ તીવ્ર બન્યો હતો.તેજશ્વી યાદવના ઘરે SDPO અને City SP સહિત મોટી સંખ્યામાં Police Force તૈનાત કરવામાં આવી હતી. હાલમાં તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વિરુદ્ધ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

  • એક ધારાસભ્ય (MLAs) ગુમ થવાનો મામલો
  • તેજસ્વી યાદવના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત
  • Floor Test માં કેટલા ધારાસભ્યો (MLAs) નું સમર્થન ?

એક ધારાસભ્ય (MLAs) ગુમ થવાનો મામલો

આરજેડી ધારાસભ્ય (MLAs) ચેતન આનંદના નાના ભાઈ અંશુમાન આનંદે પાટલીપુત્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને કહ્યું છે કે મોટા ભાઈ મીટિંગમાં હાજરી આપવા માટે ઘરથી નીકળ્યા હતા. પરંતુ હજુ સુધી ઘરે પાછા આવ્યા નથી, જેના પછી પરિવારજનો સભ્યો ચિંતિત છે. આ સમગ્ર મામલે FIR નોંધવામાં આવી છે.

તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત

આ મામલે પોલીસ અધિકારીઓ પૂછપરછ કરવા માટે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના નિવાસસ્થાને ગયા હતા. ત્યારે બાદ પોલીસ કાફલો જ્યારે બહાર આવી રહ્યા હતો, ત્યારે તેજસ્વી (Tejashwi Yadav) ના સમર્થકોએ પોલીસ કાફલા સામે વિરોધ પ્રદર્શન જારી કર્યું હતું. ત્યારે જેમ તેમ કરીને પોલીસ ટુકડી ત્યાંથી બચી શકી હતી. ત્યારે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના ઘરની બહાર કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે.

Floor Test માં કેટલા ધારાસભ્યોનું સમર્થન ?

તો જેડી-યુના ધારાસભ્યો (MLAs) ને ફ્લોર ટેસ્ટ (NDA Floor Test) પહેલા પટનાની ચાણક્ય હોટલ મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભામાં કુલ ધારાસભ્યો (MLAs) ની સંખ્યા 243 છે. ગૃહમાં બહુમત સાબિત કરવા માટે 122 ધારાસભ્યો (MLAs) નું સમર્થન જરૂરી છે. NDA નો દાવો છે કે તેની પાસે 128 ધારાસભ્યો (MLAs) નું સંખ્યાબળ છે. જેમાં ભાજપના 78, JDU ના 45, HAM ના 4 અને એક અપક્ષ સુમિત કુમાર સિંહનો સમાવેશ થાય છે. જો એનડીએના 128 માંથી 8 ધારાસભ્યો એનડીએ સાથે ન રહે તો સંખ્યાત્મક સંખ્યા માત્ર 120 સુધી પહોંચે છે. જે નીતીશ સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે.

આ પણ વાંચો: BJP Candidate List: તૃણમૂલ કોંગ્રેસ બાદ ભાજપે જાહેર કરી રાજ્યસભા માટે ઉમેદવારની યાદી

Whatsapp share
facebook twitter