+

Supreme Court To EC: SC એ ઉત્તરાખંડ અને ચૂંટણી પંચને લગાવી ફટકાર, કહ્યું વન વિભાગના….

Supreme Court To EC: ઉત્તરાખંડ (Uttarakhand) ના જંગલો સળગી રહેલો દાવાનળ (forest fire) હજુ પણ કાબૂમાં આવ્યો નથી. વન વિભાગ (forest Officers) ના કર્મચારીઓ નખશિશ મહેનત કરીને જંગલોમાં લાગેલી આગ…

Supreme Court To EC: ઉત્તરાખંડ (Uttarakhand) ના જંગલો સળગી રહેલો દાવાનળ (forest fire) હજુ પણ કાબૂમાં આવ્યો નથી. વન વિભાગ (forest Officers) ના કર્મચારીઓ નખશિશ મહેનત કરીને જંગલોમાં લાગેલી આગ (forest fire) ને શાંત કરવા માટે દીન-રાત અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ દેશમાં લોકોશાહીનો પર્વ કહેવાતા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો અમૂલ્ય સમયગાળો ચાલી રહ્યો છે.

  • ઉત્તરાખંડમાં વન વિભાગના કર્મચારીઓેને લઈ નવો આદેશ કરાયો

  • સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કર્મચારીઓની મદદ લેવાની ના પાડી

  • ઉત્તરાખંડમાં તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓની ભરતી કરવામાં આવે

ત્યારે વન વિભાગના કર્મચારીઓને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં અધિકારી તરીકે પસંદગી કરવામાં આવે છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ખાસ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. Supreme Court ઉત્તરાખંડ (Uttarakhand) ની સરકારને એક સુનાવણી દરમિયાન એક આદેશ આપ્યો છે કે, Forest Department ના કર્મચારીઓને જંગલોમાં લાગેલી આગ (forest fire) ને કાબૂ મેળવવા માટે તમામ મદદ જરૂરિયાત અચૂક પૂરી પાડવી. તે ઉપરાંત ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે છે કે, Uttarakhand માં Forest Department ના કર્મચારીઓને ચૂંટણીને સંલગ્ન કોઈ જવાબદારી સોંપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Sachin Tendulkar ની સુરક્ષા માટે તૈનાત SRPF જવાને ગોળી મારી આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો…

ખાલી પડેલી જગ્યાઓ પર દેશમાં વહેલી તકે ભરતી કરવામાં આવે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડનો ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે ઉપયોગ થવો જોઈએ. Uttarakhand ના જંગલોમાં લોગેલી forest fire ને કાબૂમાં મેળવવા માટે કોઈ પણ અવરોધ ન આવે તેની ખાસ કાળજી લેવી. તે ઉપરાંત Forest Department માં ખાલી પડેલી જગ્યાઓ પર દેશમાં વહેલી તકે ભરતી કરવામાં આવશે. Supreme Court એ ઉત્તરાખંડના મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

આ પણ વાંચો: Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…

કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે?

Supreme Court એ કહ્યું કે 17 મી મેના રોજ યોજાનારી આગામી સુનાવણીમાં મુખ્ય સચિવે કોર્ટમાં હાજર રહીને Uttarakhand માં ફાયર વિભાગમાં ખાલી જગ્યા ન ભરવાના કારણો અને ત્યાં આગ ઓલવવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે. ભારત સરકારે 9.23 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, જેનો ઉપયોગ જંગલ સિવાયની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગભગ 6 કરોડ રૂપિયાની બાકીની રકમ રાજ્ય સરકારને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેમની ભરતી ક્યારે થશે?

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી Jyotiraditya Scindia ની માતાનું નિધન, દિલ્હીની AIIMS માં લીધા અંતિમ શ્વાસ

Whatsapp share
facebook twitter