+

Karnataka News: માતા હિરાબાની તસવીર બનાવનાર કર્ણાટકની યુવતીને વડાપ્રધાને આભાર પત્ર લખી આપ્યો

Karnataka News: કર્ણાટક (Karnataka) ના પ્રવાસ દરમિયાન બાગલકોટમાં એક છોકરીએ વડપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની માતાની તસવીર (Painting) બનાવી હતી. જે તેમના કર્ણાટક (Karnataka) ના પ્રવાસ દરમિયાન ખુબ જ…

Karnataka News: કર્ણાટક (Karnataka) ના પ્રવાસ દરમિયાન બાગલકોટમાં એક છોકરીએ વડપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની માતાની તસવીર (Painting) બનાવી હતી. જે તેમના કર્ણાટક (Karnataka) ના પ્રવાસ દરમિયાન ખુબ જ યાદગાર બની હતી. આ તસવીર (Painting) મા અને પુત્ર વચ્ચેના અમર પ્રેમને દર્શાવતી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આ તસવીર (Painting) પોતાની સાથે લઈ ગયા હતા. તે ઉપરાંત તે તસવીર (Painting) બનાવનાર યુવતીનો આભાર વ્યક્ત કરવા માટે તેનું સરનામું માગ્યું હતું.

  • કર્ણાટકમાં વડાપ્રધાનને અદભૂત તસવીરની ભેટ મળી હતી

  • વડાપ્રધાને યુવતીને આભાર પત્ર લખીને મોકલાવ્યો

  • હુગલીમાં પણ તસવીરોની ભેટ મળી હતી

એક અહેવાલ અનુસાર, ગત 29 એપ્રિલ દરમિયાન કર્ણાટક (Karnataka) ના બાગલકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ એક રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે આ રેલી દરમિયાન નાગરત્ન દ્વારા યુવતીએ બનાવેલી તસવીરે (Painting) સૌ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ Painting વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની હતી. ત્યારે રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું ધ્યાન પણ આ તસવીરે આકર્ષિત કર્યું હતું. ત્યારે તેમણે યુવતી પાસેથી આ Painting માગવીને તેને આભાર વ્યક્ત કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: Bhairamgarh : સૈનિકોને ટાર્ગેટ કરવા માટે લગાવેલી લેન્ડમાઈન બ્લાસ્ટ થતા 2 બાળકોના મોત…

વડાપ્રધાને યુવતીને આભાર પત્ર લખીને મોકલાવ્યો

ત્યારે PM Modi એ આ યુવતીને આભાર પત્ર લખીને આપ્યો છે. તેમા તેમણે લખ્યું હતું કે, આ અદભૂત તસવીર બનાવા માટે હું તમને અભિનંદન આપું છું. આ તસવીર માનવીય ભાવનાઓને દર્શાવે છે. તમારી આ તસવીર એક જીવંત પ્રદર્શન છે. જે યુવા શક્તિને ઉજાગર કરે છે. નવીનતમ ભારતના નિર્માણ માટે યુવાઓમાં જોવા મળતું આ પ્રકારનું કૌશલ્ય વિકસિત ભારતના મારા સ્વપ્નને વધુ પ્રતિબદ્ધતા બનાવે છે. આવી જ રીતે તમે તમારી કલાને વધુ ઉજાગર કરતા રહેજો. તમારા ઉજવણ ભવિષ્ય માટે હું શુભેચ્છાઓ પાઠવું છું.

આ પણ વાંચો: Varanasi: આ શખ્સ કોણ છે જેને દેશના PM એ પણ નમસ્કાર કર્યા

હુગલીમાં પણ તસવીરોની ભેટ મળી હતી

તે ઉપરાંત પશ્ચિમ બંગાળના હુગલીમાં જ્યારે PM Modi એ વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે પણ માતૃ દિવસ પર જનસભામાં બે યુવકો દ્વારા PM Modi માટે ભેટ સ્વરૂપ તસવીરો લાવ્યા હતા. આ તસવીરો પણ PM Modi ના માતાની યાદ અપાવે તેવી હતી. ત્યારે પણ આ તસવીરો PM Modi એ સ્વીકારી હતી, અને બંને યુવકોનું સરનામું મેળવીને તેને આભાર વ્યક્ત કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: Varanasi : ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ કાશીમાં સાથે જોવા મળ્યા, PM મોદી સાથે કરી મુલાકાત

Whatsapp share
facebook twitter