+

PM Modi In Jhabua: વડાપ્રધાને મધ્યપ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્યનું કર્યું ઉદ્ઘાટન

PM Modi In Jhabua: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા.જ્યાં તેમણે રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ આદિવાસી…

PM Modi In Jhabua: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા.જ્યાં તેમણે રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ આદિવાસી મહાકુંભમાં ભાગ લીધો હતો.

  • ઝાબુઆમાં PM Modi એ સંબોધન આપ્યું
  • સાંસદ દ્વારા લોકસભા ચૂંટણીની લય ખોરવાઈ
  • PM Modi નો Congress પર હુમલો

ઝાબુઆમાં PM Modi એ સંબોધન આપ્યું

આ કાર્યક્રમમાં PM Modi એ સંબોધન આપ્યું હતું. ત્યારે PM Modi એ સંબોધતતા જણાવ્યું હતું કે, હું અહીં સેવક તરીકે આવ્યો છું. આ પ્રવાસ દ્વારા PM Modi એ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા ઝાબુઆના આદિવાસીઓને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે વડાપ્રધાન મોદીએ ઝાબુઆથી લોકસભા ચૂંટણીનો સૂર સેટ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, ‘Congress ને ઑક્સિજન લુંટ અને ભાગલા પાડવાથી મળે છે.

સાંસદ દ્વારા લોકસભા ચૂંટણીની લય ખોરવાઈ

PM Modi એ કહ્યું હતું કે, ‘ઝાબુઆ જેટલો મધ્યપ્રદેશ (Madhya Pradesh) સાથે જોડાયેલું છે, તેટલું જ ગુજરાત સાથે જોડાયેલું છે. ગુજરાત અને ઝાબુઆની માત્ર સરહદો નથી મળતી, તે ઉપરાંત આ બંને વિસ્તારમાં રહેતા લોકોના દિલ પણ મળે છે. ગુજરાતમાં રહીને મને અહીંના જીવન અને પરંપરાઓ સાથે ગાઢ રીતે જોડાવાની તક મળી છે.

PM Modi નો Congress પર હુમલો

આ દરમિયાન Congress પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, Congress અને તેના મિત્રોની બે જ તાકાત છે. જ્યારે તેઓ સત્તામાં હોય છે, ત્યારે તેઓ લૂંટ કરે છે. જ્યારે તેઓ સત્તામાંથી બહાર જાય છે. ત્યારે તેઓ લોકોને લડાવે છે. એટલે કે લૂંટ અને ભાગલા આ Congress ને ઓક્સિજન બરાબર છે. આ બંધ થતાં જ Congress પાર્ટીની રાજકીય તાકાત તૂટવા લાગે છે.

આ પણ વાંચો: Karnataka Suttur Math: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં આવેલા સુત્તુરુ મઠના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

Whatsapp share
facebook twitter