નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારને સમર્થન આપનાર મંત્રી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ હાલમાં જ પોતાના રાજ્યમાં સ્કિલ સેંસ કરાવવાની વાત કરી છે. ચંદ્રાબાબુ નાડયુએ ઇન્ડિયા ગઠબંધનના એજન્ટાની ટીકા કરતા કહ્યું કે, જાતિય વસ્તીગણતરીના બદલે કૌશલ્ય વસ્તીગણતરીની વધારે જરૂર છે. જો નાયડૂની આ યોજના અમલમાં આવે છે તો આ પ્રકારની વસ્તીગણતરી કરાવનારુ આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય હશે.
આ વસ્તી ગણતરી આપણા વર્કફોર્સની કેપેસિટી અને ખામીઓને ઉજાગર કરશે. એક અંદાજ અનુસાર નાયડૂ આ અગાઉ માનવ સંસાધનનો ભરપુર ઉપયોગ કરી શકાશે. સોશિયલ મીડિયા પર નાયડૂની આ પહેલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગના લોકો તેને સંપુર્ણ ભારતમાં લાગુ કરવાની વાત કરી રહ્યા છે. આજે જ્યારે ચારે તરફ નાયડૂની આ પહેલી ખુબ જ ક્રાંતિકારી સાબિત થઇ શકે છે. નિષ્ણાંતોના અનુસાર નાયડૂ આ પહેલ એટલી સારી છે કે, સમગ્ર દેશ માટે ઉદાહરણ પુરુ પાડી શકે છે.
ભારતમાં ડિગ્રીધારી અનેક પરંતુ નોકરીઓ માટે ફીટ નથી
કૌશલ્યના માનક મામલે ભારતમાં મીલી-જુલી સ્થિતિ છે. ભારતમાં અડધા કરતા વધારે વસ્તી 25 વર્ષ કરતા ઓછી છે. તેવામાં સંભાવના છે કે, ભારતીય યુવાનો બેરોજગારી અને ઓછી રોજગારના હાઇ રેટનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો પાસે ડિગ્રી તો છે, પરંતુ ઉપલબ્ધ નોકરીઓ માટે જરૂરી કૌશલ્યનો અભાવ છે.
ગ્રેજ્યુએટ થયેલા યુવાનોમાં બેરોજગારી સર્વોચ્ચ
પીરિયડ લેબર ફોર્સ સર્વે 2022-23 અનુસાર ગ્રેજ્યુએટ કરનારા યુવાનોમાં બેરોજગારીની દર ખુબ જ વધારે છે. તેમાં 24 ટકાની સાથે આંધ્રપ્રદેશ નંબર 1 પર છે. જ્યારે બીમારુ રાજ્યોમાં બેરોજગારી દર 16.6 ટકા સાથે બિહાર, 11 ટકા સાથે ઉત્તરપ્રદેશ 9.3 ટકા સાથે મધ્યપ્રદેશ અને 23.1 ટકા સાથે રાજસ્થાન છે.
જરૂરિયાત અનુસાર લોકોને સ્કિલ ટ્રેનિંગ
સ્કિલ સેંન્સીસથી આપણી પાસે સટીક માહિતી હશે કે સમગ્ર દેશમાં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીમાં કેવા પ્રકારના કૌશલ્યની કમી છે. તેના કારણે આપણે ટ્રેનિંગ આપીને યુવાઓને અલગ માર્ગે વાળી શકીએ છીએ. માનો કે કોઇ ઇન્ડસ્ટ્રીને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ટ્રેન્ડ લોકોની જરૂર છે. તેવામાં આપણે IT કરેલા વ્યક્તિને કેટલીક બેઝીક ટ્રેનિંગ દ્વારા AI ના કામમાં લગાવી શકીએ છીએ. જેથી કંપનીની જરૂરિયાત અનુસાર વર્કફોર્સ પણ મળશે અને બેરોજગારી પણ ઘટશે.
વૈશ્વિક કૌશલ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદગાર
સ્કિલ સેંન્સેસથી વૈશ્વિક સ્તર પર કઇ સ્કીલની ડિમાન્ડ વધારે છે, તેની માહિતી મળી શકશે. જેના કારણે કોઇ પણ દેશ પોતાના વર્કફોર્સને ટ્રેનિંગ આપીને મહત્તમ પ્રતિસ્પર્ધિ બનાવી શકે છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રોફેસર રાજીવ રંજન ગિરીના અનુસાર નાયડૂની આ પહેલનું સમગ્ર દેશમાં સ્વાગત થવું જોઇએ. પીએમ મોદીને પણ તેને સમગ્ર દેશમાં લાગુ કરવું જોઇએ જેથી ભારતને પોતાના માનવ સંસાધન અંગે સંપુર્ણ સટિક માહિતી હોય. આ માનવ સંસાધન કેટલું સ્કીલફુલ છે.
જે સ્કિલની જરૂર હોય તેનો ટ્રેનિંગ પ્રોગ્રામ વિકસિત કરવો
સ્કિન વસ્તીગણતરીથી પ્રભાવી ટ્રેનિંગ પ્રોગ્રામ ડેવલપ કરી શકાય છે. તેવા પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવી શકે છે. જે જરૂરી સ્કિલ્સ હોય તેને પુરી કરી શકે. એવું પણ નક્કી કરવામાં આવી શકે છે કે, જ્યારે સ્કિન સેન્સસ દ્વારા કેટલા લોકો સ્કિલ લેસ છે તેની પણ ચોક્કસ માહિતી મેળવી શકાય છે.
વિશ્વમાં ફિનલેડ સૌથી વધારે સ્કિલ વાળો દેશ
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની હ્યૂન કેપિટલ ઇન્ડેક્સના એક રિપોર્ટ અનુસાર વિશવમાં સૌથી વધારે સ્કીલ્ડ વસ્તી ધરાવતો દેશ ફિનલેડ, નોર્વે અને સ્વિત્ઝરલેન્ડ છે. જે ક્રમશ પ્રથમ, દ્વિતિય અને ત્રીજા ક્રમે છે. આ દેશોમાં પ્રાઇમરી સ્કુલની વ્યવસ્થા ખુબ જ સારી છે. યુવાનોમાં સાક્ષરતા પણ ખુબ જ સારી છે અને અભ્યાસ અને ટ્રેનિંગ જ એ પ્રકારે અપાય છે કે જેમાં બાળકને રસ હોય. જેથી તે ગ્રેજ્યુએટ થતાની સાથે જ તેને સારી નોકરી મળી શકે. પ્રોફેસર ગિરિના અનુસાર ભારત પણ સ્કિલ સેંન્સેસ કરાવે અને વસ્તીને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અનુસાર તૈયાર કરે તો આપણે સ્વિત્ઝરલેન્ડ અથવા નોર્વે કરતા પણ સારુ મોડલ ડેવલપ કરી શકીએ છીએ.