+

Nitrogen Paan: લગ્નમાં Nitrogen Paan ખાવાથી આંતરડામાં રાતોરાત છિદ્ર પડ્યું

Nitrogen Paan: અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે લોકો પોતાના લગ્નની યાદગીરી માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. તે ઉપરાંત લગ્નમાં વિવિધ અનોખી વસ્તુંઓ તથા વાનગીઓનું આયોજન કરતા હોય છે.…

Nitrogen Paan: અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે લોકો પોતાના લગ્નની યાદગીરી માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. તે ઉપરાંત લગ્નમાં વિવિધ અનોખી વસ્તુંઓ તથા વાનગીઓનું આયોજન કરતા હોય છે. ત્યારે એક લગ્ન સમારોહમાં Nitrogen પાનનું આયોજન મહેમાનો માટે કરવામાં આવ્યું હતું.

  • લગ્ન સમારોહમાં સ્મોકી પાને બાળકીનો જીવ જોખમમાં મૂક્યો

  • બાળકીના આંતરડામાં છિદ્ર થઈ ગયું

  • બાળકીને બે દિવસ સુધી ICU માં રહેવું પડ્યું હતું

ત્યારે આ Nitrogen પાનને કારણે એક છોકરી ઘણી ગંભીર હાલતમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં 12 વર્ષની છોકરીએ Nitrogen થી ભરેલું સ્મોકી પાન ખાવાથી તેને પેટમાં ભારે દર્દ થયું હતું. ત્યારે તેને રાતોરાત તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના રિપોર્ટમાં માલૂમ પડ્યું હતું કે, સ્મોકી પાન ખાવાથી છોકરીના આંતરડામાં છિદ્ર થઈ ગયું હતું.

આ પણ વાંચો: Kota Highway Viral Video: રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે

બાળકીના આંતરડામાં છિદ્ર થઈ ગયું

ત્યાકે બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં બાળકીની સર્જરી થઈ ત્યારે જ તેનો જીવ બચી ગયો. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરીને તેના પેટમાં આંતરડાની અંદર છિદ્ર થઈ ગયું હતું, જેના કારણે આંતરડાની વધુ ગૂંચવણો અટકાવવા માટે તાત્કાલિક nitrogen paanસર્જરીની જરૂર હતી.છોકરીની Intraop-endoscopy સાથે સંશોધન લેપ્રોટોમી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

બાળકીને બે દિવસ સુધી ICU માં રહેવું પડ્યું હતું

હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, Intraop-endoscopy એક પ્રક્રિયા જેમાં એન્ડોસ્કોપ, કેમેરા અને લાઇટ સાથેની લવચીક ટ્યુબનો ઉપયોગ અન્નનળી અને નાના આંતરડાના પહેલા ભાગને જોવા માટે કરવામાં આવે છે. બાળકીનું ઓપરેશન કરનાર ડોકટરોની ટીમના લીડર ડો.વિજય એચએસએ આ માહિતી આપી હતી. હોસ્પિટલે કહ્યું કે પેટના ક્ષતિગ્રસ્ત ભાગને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો છે. સર્જરી બાદ બાળકીને બે દિવસ સુધી ICU માં રહેવું પડ્યું હતું. ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:BSF Soldier Viral Video: રાજસ્થાનમાં ભારત-પાક. સરહદ પર ભારતીય સૈનિક રેતીમાં પાપડ શેકી રહ્યા

Whatsapp share
facebook twitter