+

Mussoorie Accident : મસૂરી-દેહરાદૂન રોડ પર કાર ખીણમાં ખાબકી, 5ના મોત

Mussoorie Accident :ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક મોટો રોડ અકસ્માત (MussoorieAccident)થયો છે.મસૂરી-દેહરાદૂન રોડ પર ઝરીપાની પાસે એક ફોર્ડ એન્ડેવર એસયુવી નિયંત્રણ બહાર નીકળી ગઈ અને પહાડ પરથી નીચે ખાબકી હતી. વાહનમાં ચાર…

Mussoorie Accident :ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક મોટો રોડ અકસ્માત (MussoorieAccident)થયો છે.મસૂરી-દેહરાદૂન રોડ પર ઝરીપાની પાસે એક ફોર્ડ એન્ડેવર એસયુવી નિયંત્રણ બહાર નીકળી ગઈ અને પહાડ પરથી નીચે ખાબકી હતી. વાહનમાં ચાર યુવકો અને બે યુવતીઓ સહિત કુલ 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5ના મોત થયા હતા અને 1 યુવતી ગંભીર રીતે ઘાયલ હોવાનું  સામે  આવ્યું  છે.

 

 

સ્થાનિક લોકો અને રાહદારીઓ પાસેથી અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ ચુનાખલ-ઝારીપાની રોડ પર કમલ કોટેજ પાસે, ફોર્ડ એન્ડેવર વાહન નિયંત્રણ બહાર નીકળી ગયું અને પહાડ પરથી નીચે રોડ પર પડી ગયું.

છ લોકો મુસાફરી કરી રહ્યા હતા

પોલીસે જણાવ્યું હતું કે વાહન, જેમાં છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, તે ઉપરની લેનમાંથી નીચે રોડ પર ઊંધી પડી ગઈ હતી. તમામ દેહરાદૂનની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ એસયુવીમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય લોકોને વાહનના કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. અહીં વધુ બે ઇજાગ્રસ્તોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ચાર યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. મસૂરી ફાયર સર્વિસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

પોલીસે જણાવ્યું હતું કે કારના કાટમાળમાંથી બે છોકરીઓને બચાવી લેવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા દહેરાદૂન હાયર સેન્ટર મોકલવામાં આવી હતી, પરંતુ તેમાંથી એકને બચાવી શકાઈ ન હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મસૂરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મસૂરી પોલીસ તમામની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામે દેહરાદૂન IMS કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને મુલાકાત માટે મસૂરી આવ્યા હતા. દેહરાદૂન પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

આ પણ  વાંચો – ‘Rohith Vemula દલિત ન હતો’, હૈદરાબાદ પોલીસે ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું કે ‘ડર’ના કારણે તેણે આત્મહત્યા કરી

આ પણ  વાંચો- અમિત શાહનો ફેક વીડિયો શેર કરનાર Arun Reddy કોણ છે? પોલીસે આપી વિગતો

આ પણ  વાંચો- International Firefighters’ Day : આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર દિવસ,જાણો ઇતિહાસ

Whatsapp share
facebook twitter