+

Mukesh Ambani Donation: દેશના સૌથી Richest man એ કરોડો રૂપિયાનું આપ્યું દાન

Mukesh Ambani Donation: Ayodhya માં રામ મંદિરના અભિષેક સમારોહમાં દેશના તમામ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. ત્યારે આ પર્વે દેશના Richest man વ્યક્તિ Mukesh Ambani ઉપસ્થિત રહ્યા હતા. જો કે દેશના…

Mukesh Ambani Donation: Ayodhya માં રામ મંદિરના અભિષેક સમારોહમાં દેશના તમામ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. ત્યારે આ પર્વે દેશના Richest man વ્યક્તિ Mukesh Ambani ઉપસ્થિત રહ્યા હતા. જો કે દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન Mukesh Ambani પણ પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા.

  • Mukesh Ambani એ સૌથી વધુ દાન આપ્યું રામ મંદિરમાં
  • Mukesh Ambani તેમના પરિવાર સાથે આવ્યા અયોધ્યા
  • Ambani પરિવારે આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો

રામ મંદિર ટ્રસ્ટને Mukesh Ambani તરફથી 2.51 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આ અવસર પર મુકેશ અંબાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આવી રહ્યા છે, 22 જાન્યુઆરીએ દેશભરમાં રામ દિવાળી ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે હું આ ક્ષણનો સાક્ષી બન્યો છું. તો નીતા અંબાણીએ કહ્યું, આ એક ઐતિહાસિક દિવસ છે. મને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે.

‘રામના દર્શન કરી ધન્યતા અનુભવી’

Mukesh Ambani ના મોટા પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે. તો ઈશા અંબાણીએ કહ્યું કે, આજનો દિવસ આપણા માટે સૌથી પવિત્ર દિવસોમાંથી એક છે. Mukesh Ambani ના નાના પુત્ર અનંત અંબાણીએ આ પ્રસંગે કહ્યું કે ભગવાન રામના દર્શન કરીને તેઓ ધન્ય થયા છે. તેમની સાથે રાધિકા પણ હાજર હતી.

ઈશા અંબાણી પતિ સાથે અયોધ્યા પહોંચી હતી

Mukesh Ambani ની પુત્રી ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ સાથે અયોધ્યા પહોંચી હતી. ઈશા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, જ્યારે આનંદ પીરામલને આ પ્રસંગ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેનો જવાબ હતો – જય શ્રી રામ.

તે ઉપરાંત Mukesh Ambani ના નાના ભાઈ Anil Ambani પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ પ્રસંગે અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી.

આ પણ વાંચો: Ram Mandir : PM મોદીના 11 દિવસના અનુષ્ઠાન બાદ સંતોએ આપી આ વિશેષ ભેટ

Whatsapp share
facebook twitter