+

Jodhpur Riots: ઈદગાહને લઈ બે જૂથ વચ્ચે ભયાવહ હિંસા ભડકી, વિરોધ પ્રદર્શનમાં પોલીસ ઘાયલ

Jodhpur Riots: રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સૂર સાગર વિસ્તારમાં શુક્રવારની મોટી રાત્રે બેકાબૂ હિંસાત્મક પ્રવૃત્તિ જોવા મળી હતી. આ વિસ્તારમાં Eidgah ના પાછળ આવેલા બે દરવાજા નિકાળવામાં આવી રહ્યા હતાં. ત્યારે…

Jodhpur Riots: રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સૂર સાગર વિસ્તારમાં શુક્રવારની મોટી રાત્રે બેકાબૂ હિંસાત્મક પ્રવૃત્તિ જોવા મળી હતી. આ વિસ્તારમાં Eidgah ના પાછળ આવેલા બે દરવાજા નિકાળવામાં આવી રહ્યા હતાં. ત્યારે સ્થાનિકોઓએ આ ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું. ત્યારે આ ઘટનાને લઈ Police ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારે Police ઉપર પણ પથ્થરમારો અને વિરોધ જાહેર કરવામાં આવ્યો હતો.

  • આ ઘટનામાં અનેક Police કર્મીઓ ઘાયલ થયા

  • આ વિસ્તારમાં રાત્રે 12 વાગે બંને જૂથ વચ્ચે ઘમાસણ થયું

  • Police સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

ત્યારે Eidgah વિસ્તારમાં હાલાત બેકાબૂ થઈ ગયા હતા. જોકે ત્યારે CRF ના જવાનોને પણ ઘટનાસ્થળ પર હાલાત કાબૂમાં મેળવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તો આ ઘટનામાં અનેક Police કર્મીઓ ઘાયલ થયા હતાં. તે ઉપરાંત અન્ય 15 થી 20 લોકો ઘાયલ થયા હતાં. તો Police અત્યાર સુધીમાં 20 લોકોને પથ્થર મારો અને વિરોધ જાહેર કરવાને લઈ ધરપકડ કરી છે.

આ વિસ્તારમાં રાત્રે 12 વાગે બંને જૂથ વચ્ચે ઘમાસણ થયું

જોકે Eidgah માં થયેલા બંને જૂથ વચ્ચેના સંઘર્ષમાં બંને પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે Eidgah ની નજીક અનેક દુકાનો આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં રાત્રે 12 વાગે બંને જૂથ વચ્ચે ઘમાસણ થયું હતું. તે ઉપરાંત Eidgah ની પાછળ આવેલી દીવાલના નજીક આવેલા દરવાજાઓને નીકળવા આવેલા સરકારી કર્મચારીઓ ઉપર પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો.

Police સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

ત્યારે સંપૂર્ણ ઘટના પરોઢ સુધી ચાલી હતી. તો હાલ, ATS, RSC અને સ્થાનિક Police સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. જોકે વિરોધ પ્રદર્શનમાં અનેક દુકાનો પણ સળગાવી દેવામાં આવી છે. તેની સાથે અનેક વાહનોને પણ આગ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: FRIENDSHIP:આકાશ, સમુદ્ર અને ધરા પર ભારત-બાંગ્લાદેશની દોસ્તી નવો અધ્યાય લખશે!

Whatsapp share
facebook twitter