+

IIT Students Placements: આ વર્ષે દેશના 23 IIT Campus પૈકી 38% વિદ્યાર્થીઓ નોકરી માટે વલખા મારી રહ્યા

IIT Students Placements: દેશમાં એક એવો સમય હતો, જ્યારે IIT માંની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો એ જ નોકરી મળવા સમાન માનવામાં આવતું હતું. ત્યારે છેલ્લા એટલાક વર્ષોથી એવી IIT માં એ…

IIT Students Placements: દેશમાં એક એવો સમય હતો, જ્યારે IIT માંની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો એ જ નોકરી મળવા સમાન માનવામાં આવતું હતું. ત્યારે છેલ્લા એટલાક વર્ષોથી એવી IIT માં એ સ્થિતિ જોવા મળી રહી છે કે, વિદ્યાર્થીઓને IIT માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ રોજગારી મળી રહી નથી.

  • દેશમાં બેરોજગારીનો માર વધી રહ્યો

  • IT Delhi ના વિદ્યાર્થીએ RTI કરી

  • વર્ષ 2024 38 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર

એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે, વર્ષ 2024 માં 23 IIT વિદ્યાશાખામાંથી અભ્યાસ કરીને નીકળેલા વિદ્યાર્થીઓ પૈકી કુલ 38 ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. તે ઉપરાંત હાલમાં જ કાનપુરના IIT માંથી પાસ થયેલા વિદ્યાર્થી ધીરજ સિંહે એક RTI કરી છે. તેમાં IIT માંથી પાસ કરેલા વિદ્યાર્થીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

IT Delhi એ ભૂતપૂર્વ વિધાર્થીઓને ઈમેઈલ કર્યા

તો બીજી તરફ એવો સમય આવ્યો છે કે, હવે દેશમાં યુવાનો IIT માં અભ્યાસ કરવામાં નહિવત રુચી ધરાવે છે. ત્યારે IIT Delhi માં એવો સમય આવી ગયો છે કે, IIT Delhi એ ભૂતપૂર્વ વિધાર્થીઓને ઈમેઈલ કરીને IIT Delhi માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પહેલ કરવામાં આવી છે. તે ઉપરાંત Engineers ની નિમણૂક કરતી કંપનીઓને હાલમાં પાસ કરેલા Graduate વિદ્યાર્થીઓની માગ કરવામાં આવી છે. IIT Delhi ની સાથે IIT Bombay અને birla institute of technology પણ આ દિશામાં વહન કરી રહી છે.

આ પણ વાંચો: Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જુનિયર્સને મદદ કરવાનું સૂચવ્યું

RTI મુજબ IIT Delhi માં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્લેસમેન્ટ સત્ર સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે અમે એક ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. અમારું પરિણામ શ્રેષ્ઠ હોવા છતાં 400 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. આરટીઆઈના જવાબો મુજબ, અમે અમારા પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કનો સંપર્ક કરી રહ્યા છીએ અને આ સ્નાતક વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો પૂરી પાડવા માટે તમારી સહાય માટે પૂછી રહ્યા છીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના જુનિયર્સને મદદ આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોર્ટમાં બઢતી મેળવી પણ લખવા વાંચતા પણ નહોતું આવડતું, જજે આપ્યા તપાસના આદેશ

Whatsapp share
facebook twitter