+

Chattisgarh: છત્તીસગઠના 2 મતદાન મથક પર માત્ર 14 વોટ! જાણો કેમ લોકો મતદાન કરવા ના ગયા?

Chattisgarh Kanker Lok Sabha Seat: ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોસસભા ચૂંટણીના બીજા ચરણમાં મતદાન કરવા માટે જતા લોકોમાં ઉત્સાહમાં પણ જોવા મળ્યો હતો. કાલે 13 રાજ્યોની…

Chattisgarh Kanker Lok Sabha Seat: ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોસસભા ચૂંટણીના બીજા ચરણમાં મતદાન કરવા માટે જતા લોકોમાં ઉત્સાહમાં પણ જોવા મળ્યો હતો. કાલે 13 રાજ્યોની 88 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થયું હતું. પરંતુ આ દરમિયાન ઘણી એવી બેઠકો હતી જ્યા ખુબ જ ઓછા પ્રમાણમાં મતદાન થયું છે. આ દરમિયાન છત્તીસગઢની વાત કરવામાં આવે તો અહીંની સ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી હતી. છત્તીસગઢની ત્રણ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું. આ બેઠકોમાં રાજંદગાંવ, મહાસમુંદ અને કાંકેર બેઠકનું નામ સામેલ છે.

છત્તીસગઢમાં વિસ્તારો રેડ કોરિડોરનો ભાગ છે

તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં નક્સલવાદથી લોકો ખુબ જ પરેશાન થયેલા છે. અહીં ઘણા વિસ્તારો રેડ કોરિડોરનો ભાગ છે.જ્યા નક્સલવાદીઓનો દબદબો રહેલો છે. આવી સ્થિતિમાં નક્સલવાદીઓના ડરને કારણે ઘણા લોકો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળી શક્યા નથી. આ જ કારણ છે કે કાંકેર સીટ પર મતદાનની ટકાવારી ઘણી ઓછી છે. કાંકેરના પંખાજુરમાં સ્થિત બે મતદાન મથકો અલદંડ અને સિતમમાં શાંતિ છે. બંને મતદાન મથકો પર સવારથી માંડ 14 લોકોએ મતદાન કર્યું છે.

પોલીસે મતદાન પહેલા જ 29 નક્સલવાદીઓને ઠાર કર્યા

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પોલીસે છત્તીસગઢમાં 29 નક્સલવાદીઓ માર્યા હતા. 19 એપ્રિલે પહેલા ચરણનું મતદાન હતું, જોકે, નક્સલવાદીઓ હંમેસા મતદાનનો વિરોધ કરતા આવ્યા છે. આજ કારણ છે તે, છત્તીસગઢમાં નક્સલવાદથી પ્રભાવી બેઠક બસ્તરમાં 19 એપ્રિલે મતદાન કરાવવામાં આવ્યું હતું. જો કે, બસ્તરમાં મતદાન પહેલા, 16 એપ્રિલે, પોલીસે કાંકરના છોટાબેટીયા વિસ્તારમાં 29 નક્સલવાદીઓનો સામનો કર્યો હતો. પરંતુ તેમ છતાં કાંકેરના લોકો નક્સલવાદીઓથી ડરે છે અને લોકો વોટ આપવા માટે પણ ઘરની બહાર નીકળ્યા નથી.

આ પણ વાંચો: Jammu and Kashmir: ઘરો અને રસ્તાઓમાં અચાનક પડવા લાગી તિરાડો, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ફાટી; કુકી ઉગ્રવાદીઓએ CRPF પર કર્યો હુમલો, બે જવાન શહીદ

આ પણ વાંચો: Sandeshkhali માં હથિયારોનો જથ્થો ઝડપાયો, મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી!

Whatsapp share
facebook twitter