+

Bike Viral Video: હાઈવે પર પૂરપાટે બાઈક ચલાવી વિડીયો બનાવતી વખતે મોતનો ભેટો થયો, જુઓ વિડીયો…

Bike Viral Video: આ આધુનિક જમાનામાં Social Media પર ફોટો અને Video જાહેર કરવાનો દરેક લોકોમાં શોખ વધી રહ્યો છે. અને આ શોઘના કારણે અનેકવાર લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા…

Bike Viral Video: આ આધુનિક જમાનામાં Social Media પર ફોટો અને Video જાહેર કરવાનો દરેક લોકોમાં શોખ વધી રહ્યો છે. અને આ શોઘના કારણે અનેકવાર લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે, તો અનેકવાર ફોટો અને Video બનાવવાના ચક્કરમાં વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી બેસતા હોય, તેવી દુર્ઘટનાઓ આપણી સામે આવે છે. ત્યારે આવો જ એક મામલો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. જેમાં Video બનાવવાની ઘેલચ્છામાં જીવ ગુમાવવો પડ્યો છે.

  • આંખના પલકારામાં Bike નો અકસ્માત થાય

  • બંને વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યુ

  • આ મહિલાની કાર 300 ફૂટ ઊંટી ખીણમાં પડી

તો આ દુર્ઘટના મહારાષ્ટ્રના ધુલે-સોલાપુરના હાઈવે થઈ હતી. તો વાયરલ થઈ રહેલા Video માં જોઈ શકાય છે કે, કેવી રીતે એક Bike પર બે વ્યક્તિઓ જઈ રહ્યા છે. ત્યારે જ Bike માં પાછળ બેઠેલો વ્યક્તિ Video બનાવી રહ્યો હતો. ત્યારે આ Bike ચલાવી રહેલો વ્યક્તિ પણ Video માં આવવા માટે Bike ની પાછળની તરફ આવે છે. અને તે રસ્તા પરથી ધ્યાન હટાવીને Video માં જોવા લાગે છે. ત્યારે જ આંખના પલકારામાં Bike નો અકસ્માત થાય છે.

બંને વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યુ

ત્યારે આ Video જોરશોરથી દરેક Social Media પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવી રહ્યો છે. તો અનેક લોકો આ Video માં કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો એક અહેવાલ અનુસાર આ બંને વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની Video બનાવવાના ચક્કરમાં ઘટનાસ્થળ પર જ મોતને ભેટે છે. તો અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે. તો આ બંને વ્યક્તિઓ કોણ છે, તેને લઈને કોઈ પાસે સચોટ માહિતી મળી નથી.

આ મહિલાની કાર 300 ફૂટ ઊંટી ખીણમાં પડી

તો થોડા દિવસો પહેલા પણ આવો જ એક Video સામે આવ્યો હતો. તેમા એક મહિલા કાર શીખતી વખતે રિવર્સ ગિયર કારમાં કરી બેસતા કાર બેકાબૂ થઈ હતી. તો બીજી તરફ આ મહિલાની કાર 300 ફૂટ ઊંટી ખીણમાં પડી હતી. જેના કારણે મહિલાનું ખીણમાં કાર ભયાવહ રીતે પડતા મોત નિપજ્યું હતું. તો આ ઘટનાનો Video સામે આવ્યો હતો.

આ પણ વાંચો: Brain Eating Amoeba : દુનિયા ઉપર ફરી મહામારીનો ખતરો! મગજ ખાઈ જનાર અમીબાનો કેરળમાં આતંક શરૂ

Whatsapp share
facebook twitter