+

Bhiwani District: હરિયાણાના એક ગામમાં ચડ્ડા અને બોક્સર પહેરવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો કારણ…

Bhiwani District: હરિયાણાના ભિવાની જિલ્લાના Gujrani Village ની પંચાયતે એક અનોખો નિર્ણય લીધો છે. ભિવાનીની Gujrani ગ્રામ પંચાયત પોતાના એક નિર્ણયને કારણે દેશભરમાં ચર્ચામાં છે. આ પંચાયતમાં યુવાનોને તેમના Village…

Bhiwani District: હરિયાણાના ભિવાની જિલ્લાના Gujrani Village ની પંચાયતે એક અનોખો નિર્ણય લીધો છે. ભિવાનીની Gujrani ગ્રામ પંચાયત પોતાના એક નિર્ણયને કારણે દેશભરમાં ચર્ચામાં છે. આ પંચાયતમાં યુવાનોને તેમના Village માં જાહેર સ્થળોએ ચડ્ડા કે બોક્સર પહેરીને ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો નિયમ ભંગ કરનાર સામે શાંતિ ભંગ કરવા અને લૂંટફાટ કરવાના આરોપને લઈ પોલીસ રિપોર્ટ પણ દાખલ કરવામાં આવશે.

  • Village માં ઘૂંટણથી ઉપર કોઈ ચડ્ડા પહેરીની ફરી શકશે નહીં

  • સરપંચના પ્રતિનિધિએ નિર્ણય પંચાયત બોલાવીને લીધો

  • દરેક વ્યક્તિએ પંચાયતના આ નિર્ણયને સમર્થન આપ્યું

જોકે Village ના દરેક લોકો પંચાયતના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. Village માં કોઈ પણ વ્યક્તિ ચડ્ડા કે બોક્સર પહેરીને ફરશે નહીં, આ નિર્ણય Village માં આજરોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેરાત કરનાર વ્યક્તિ કહી રહી છે કે Village માં ઘૂંટણથી ઉપર કોઈના ટૂંકા ચડ્ડા પહેરીને શેરીઓમાં કે જાહેર સ્થળોએ ફરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરપંચના પ્રતિનિધિએ નિર્ણય પંચાયત બોલાવીને લીધો

આ નિર્ણય Gujrani Village ના સરપંચના પતિ એટલે કે સુરેશ શર્માએ પંચાયત બોલાવીને લીધો છે. સરપંચના પ્રતિનિધિ સુરેશ શર્માનું કહેવું છે કે Village ની સભ્યતા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે યુવાન પુરુષો મહોલ્લામાં, શેરીઓમાં અને જાહેર સ્થળો પર ફરી બેખૌફ ફરી રહ્યા હતાં. Village માં દરેક પુરુષ કોઈ પણ કામે જેમ કે બેંકમાં પૈસા ફરવા જાય, બાળકોને શાળાએ મૂકવા જાય કે પછી પાણી ભરવા જાય, ત્યારે ચડ્ડા અને બોક્સર પહેરીને પુરુષો નજરે ચડતા હતાં.

દરેક વ્યક્તિએ પંચાયતના આ નિર્ણયને સમર્થન આપ્યું

ત્યારે Village ની મહિલાઓ અને Village માં કોઈ બહારથી વ્યક્તિઓ આવતા. તો તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા. તેથી Gujrani Village ના સરપંચના પ્રતિનિધિ અને સરપંચના પતિએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્ય Village અને શહેરોમાં પણ લાગુ થવો જોઈએ. તેમણે કહ્યું કે આ નિર્ણયની અસર થોડા દિવસોમાં દેખાવા લાગી છે.Village ની દરેક વ્યક્તિ પંચાયતના આ નિર્ણયને સમર્થન આપી રહી છે.

આ પણ વાંચો: Fact Check : CUET UG પરીક્ષાના ખુલ્લા બોક્સ અંગે NTA ની સ્પષ્ટતા, કહ્યું- ‘આ ખાલી બોક્સ છે…’

Whatsapp share
facebook twitter