+

Ashwini Vaishnaw : રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, દાર્જિલિંગ દુર્ઘટનાના પીડિતોને મળશે આટલું વળતર?

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે એક મોટી રેલ દુર્ઘટના થઇ છે જ્યાં એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી…

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે એક મોટી રેલ દુર્ઘટના થઇ છે જ્યાં એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે માલગાડીના એન્જિનને કારણે કંચનજંગા એક્સપ્રેસની ત્રણ બોગીને નુકસાન થયું હતું. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોને વળતરની જાહેરાત કરી છે.

જાણો કેટલું વળતર મળશે?

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) પર દાર્જિલિંગ ટ્રેન દુર્ઘટનાના પીડિતોને વળતરની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રીએ કહ્યું છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

હવામાં કેટલાય ફૂટ ઉછળી ટ્રેનની બોગીઓ…

રેલ્વે તરફથી મળેલી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ટક્કર લાગવાના કારણે ટ્રેનની બોગીઓ હવામાં ઉછાળી હતી જેના પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો…

PM મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં થયેલી આ દુર્ઘના દુઃખદ છે. તે લોકો પ્રતિ સંવેદના છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાંચ્યા છે. હું પ્રાથના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઇ જાય. PM મોદીએ એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી પણ અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે.

આ પણ વાંચો : WEST BENGAL TRAIN ACCIDENT: સિગ્નલની અવગણના કરી લોકો પાયલોટે ટ્રેનને આગળ વધારી, દુર્ઘટના મામલે મોટો ખુલાસો

આ પણ વાંચો : WEST BENGAL TRAIN ACCIDENT : પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી આ વાત, વાંચો અહેવાલ

આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ, તમામ કામગીરી ઠપ્પ, મુસાફરોને ભારે મુશ્કેલી

Whatsapp share
facebook twitter