+

Mukhtar Ansari Crimated: મુખ્તાર અંસારીની અંતિમ યાત્રામાં તેના મોટા ભાઈ અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઘર્ષણ

Mukhtar Ansari Crimated: યુપીના માફિયા-ડોન મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને તેમના મૂળ ગામ ગાઝીપુર (Gazipur) માં દફનાવવામાં આવ્યા છે. જોકે મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત…

Mukhtar Ansari Crimated: યુપીના માફિયા-ડોન મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ને તેમના મૂળ ગામ ગાઝીપુર (Gazipur) માં દફનાવવામાં આવ્યા છે. જોકે મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના મોટા ભાઈ અને સાંસદ અફઝલ અંસારી (Afzal Ansari) ની સુરક્ષા અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતા.

  • અફઝલ અંસારીની અંતિમ યાત્રા ગાઝીપુરમાં નીકળી
  • અફઝલ અંસારી અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • દફનવિધિમાં તેની પત્ની હાજર રહી ન હતી

એક અહેવાલ અનુસરા મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ની અંતિમ યાત્રામાં માત્ર તેના પરિવારના સભ્યો અને સંબંધિઓને સ્મશાનમાં આવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણય ગાઝીપુર (Gazipur) ના ડીએમ આર્યકા અઘોરીએ કર્યો હતો. તેના પર અફઝલે (Afzal Ansari) કહ્યું કે જો અન્ય લોકો પણ મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતા હોય તો તેમને કોઈ રોકી શકશે નહીં.

અફઝલ અંસારી અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઉગ્ર બોલાચાલી

તેના પર ડીએમ આર્યકા અઘોરીએ કહ્યું કે હું ડીએમ છું, સરકાર દ્વારા તેવો આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. તેના પર અફઝલ અંસારી (Afzal Ansari) એ કહ્યું કે તમે કોઈ પણ હો, કોઈ ધાર્મિક હેતુ માટે કે કોઈને દફનાવવા માટે પરવાનગીની જરૂર નથી. તેના પર ડીએમએ કહ્યું કે તે જરૂરી છે કારણ કે ગાઝીપુરમાં કલમ 144 લાગુ છે.

દફનવિધિમાં તેની પત્ની હાજર રહી ન હતી

જો કે, તેના પરિવારના સભ્યોને જ કબ્રસ્તાનમાં તેના મૃતદેહને દફનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન સ્મશાનથી લઈને સમગ્ર ગાઝીપુર સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પ્રસંગે તેની પત્ની અફશાન હાજર ન હતી. અફશાન વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે હાલમાં ફરાર છે.

આ પણ વાંચો: Lok Sabha Elections : ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત,આ 27 નેતાઓને મળ્યું સ્થાન

આ પણ વાંચો: Lok Sabha Election 2024: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક નેતાએ ધારણ કર્યો કેસરિયો

આ પણ વાંચો: Mukhtar Ansari: માફિયા મુખ્તાર અંસારી કબ્રસ્તાનમાં થયો દફન, મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી

Whatsapp share
facebook twitter