+

દારુ પીધા વગર સૂતો નહોતો આ શ્વાન.. જુઓ પછી શું થયું

અહેવાલઃ રવિ પટેલ યુકેના પ્લાયમાઉથમાં આ અજીબ કિસ્સો જોવા મળ્યો છે, જ્યાં એક શ્વાન દારુના રવાડે ચઢી ગયો હતો..તેને દારૂની એવી ટેવ પડી ગઇ હતી કે દારૂ પીધા વિના તેને…

અહેવાલઃ રવિ પટેલ

યુકેના પ્લાયમાઉથમાં આ અજીબ કિસ્સો જોવા મળ્યો છે, જ્યાં એક શ્વાન દારુના રવાડે ચઢી ગયો હતો..તેને દારૂની એવી ટેવ પડી ગઇ હતી કે દારૂ પીધા વિના તેને ઊંઘ આવતી નહોતી. આ લત તેને તેના પૂર્વ માલિક પાસેથી લાગી હતી.. પૂર્વ માલિક દ્વારા દારુ પીધા પછી દારુની બોટલની અંદર થોડો દારુ પડ્યો હોય ત્યારે જ બોટલ ફેંકી દેવાતી, અને આ શ્વાન ફેંકી દેવાયેલી બોટલમાંથી દારુ પી જતો હતો.આ શ્વાનનું નામ છે કોકો.. તેને દારુની લત લાગ્યા બાદ જ્યારે તેના માલિકનું અવસાન થયું ત્યારે તેને એનિમલ રેસ્કયૂ ટ્રસ્ટને સોંપી દેવાયો હતો. જે બાદ એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટે તેને દારુની લતમાંથી મુક્તિ અપાવી હતી… હવે તે બિલકુલ દારુ પીધા વગર રહી શકે છે, અને દારૂની લતમાંથી મુક્તિ મેળવનાર તે દુનિયાનો પહેલો શ્વાન બન્યો છે.

ટ્રસ્ટ દ્વારા એક ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે,કોકોએ તમામ દવાઓ બંધ કરી દીધી છે અને હવે તે સામાન્ય કૂતરા જેવું વર્તન કરવાનું શરૂ કરી રહ્યું છે. જોકે તે સમયે ખૂબ જ ચિંતિત હતા. કોકોની તબિયતમાં સુધારો થતો રહે છે. ટ્રસ્ટે કહ્યું, ‘કોકો ખરેખર સારું વર્તન કરી રહ્યો છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગે છે.

Whatsapp share
facebook twitter