+

Pakistan : ખૈબર પખ્તુનખ્વામાં એક દિવસ પહેલા આતંકીઓએ 6 લોકોનું અપહરણ કર્યું, બીજા દિવસે તમામના મૃતદેહ મળ્યા

પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વામાં (Khyber Pakhtunkhwa) અજાણ્યા આતંકવાદીઓ દ્વારા 6 લોકોનું અપહરણ કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વ્યક્તિઓ વાળંદ જ્ઞાતિના હતા. આમ ત્યાંની સ્થાનિક પોલીસે માહિતી આપી…

પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વામાં (Khyber Pakhtunkhwa) અજાણ્યા આતંકવાદીઓ દ્વારા 6 લોકોનું અપહરણ કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વ્યક્તિઓ વાળંદ જ્ઞાતિના હતા. આમ ત્યાંની સ્થાનિક પોલીસે માહિતી આપી છે. પાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે અહેવાલ આપ્યો હતો કે આ ઘટના અફઘાનિસ્તાનની સરહદે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વજિરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં બની હતી.

પોલીસે કહ્યું કે, પીડિત પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાન્તના હતા. તેઓ સ્થાનિક માર્કેટમાં વાળંદની દુકાન ધરાવી ગુજરાન ચલાવતા હતા. પોલીસે વધુ માહિતી આપી કે, એક દિવસ પહેલા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મંગળવારે તેમના મૃતદેહ મળ્યા છે. જો કે, આ મામલે અત્યાર સુધી કોઈએ આ હત્યાની જવાબદારી લીધી નથી. 6 વાળંદની ગોળીમારીને હત્યા કરનારાઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ પહેલા 5 મજૂરોની હત્યા કરાઈ હતી

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં (Pakistan) ઉત્તરી વજિરિસ્તાનની (North Waziristan) તાજેતરની ઘટના ત્યારે સામે આવી જ્યારે તે જ પ્રાંતમાં કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ 5 મજૂરોની પણ હત્યા કરી હતી. જ્યારે તેઓ પોતાના તંબૂમાં હતા. આ હચમચાવે એવી ઘટના ત્યારે બની જ્યારે પ્રાંત વધતા આતંકવાદના કારણે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.

તાજેતરમાં પાકિસ્તાન વિવિધ આતંકવાદી સંગઠનો દ્વારા આચરવામાં આવતી આતંકવાદી પ્રવૃત્તિઓના દોરથી પ્રભાવિત થયું છે. તાજેતરના અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નવેમ્બરમાં આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જેમાં 51 હુમલાઓમાં 54 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો – JAPAN : ભૂકંપના કારણે તબાહીનું મંજર, 8ના મોત, 32 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ! જુઓ Video

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter