+

Pakistan News: 12 વર્ષની દિકરીને 72 વર્ષના વૃદ્ધને પિતાએ સોંપી દીધી

Pakistan News: Pakistan માંથી એક પિતાની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તમે પણ સ્તંભ થઈ જશો. Pakistan માં એક પોતાની 12 વર્ષની દીકરી 72 વર્ષના…

Pakistan News: Pakistan માંથી એક પિતાની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તમે પણ સ્તંભ થઈ જશો. Pakistan માં એક પોતાની 12 વર્ષની દીકરી 72 વર્ષના વૃદ્ધને સોંપી દીધી. તો વૃદ્ધ 12 વર્ષની માસૂમ બાળકી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો.

  • પિતાએ તેની પુત્રીને 5,00,000 રૂપિયામાં વેચી નાખી

  • બાળકીના પિતા સ્થળ પરથી ભાગમાં સફળ રહ્યા હતા

  • 30 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે

બાળકીના પિતાએ તેની પુત્રીને 5,00,000 Pakistan રૂપિયામાં વેચવા માટે સંમતિ દર્શાવી હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ મામલો Pakistan ના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરનો છે, જ્યાં પોલીસે 12 વર્ષની છોકરી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કરવા બદલ 72 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. લગ્ન થાય તે પહેલા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેને પકડી લીધો હતો.

બાળકીના પિતા સ્થળ પરથી ભાગમાં સફળ રહ્યા હતા

આરોપ છે કે છોકરીના પિતા આલમ સૈયદે તેમની પુત્રીને 72 વર્ષીય વર હબીબ ખાનને 500,000 Pakistan રૂપિયામાં વેચવા માટે સંમત થયા હતા. પોલીસે હબીબ ખાનની ધરપકડ કરી હતી, પરંતુ બાળકીના પિતા સ્થળ પરથી ભાગમાં સફળ રહ્યા હતા. 72 વર્ષીય વ્યક્તિ અને યુવતીના પિતા વિરુદ્ધ બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

30 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે

Pakistan માં બાળ લગ્નનો સૌથી વધુ દર છે, જેમાં અંદાજે 30 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. લગ્ન માટેની કાયદેસરની ઉંમર 16 છે. યુનિસેફના જણાવ્યા અનુસાર, Pakistan માં આશ્ચર્યજનક રીતે 18.9 મિલિયન છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે અને 4.6 મિલિયનના લગ્ન 16 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.

આ પણ વાંચો: Pakistan : કથિત પુત્રીને લઈને Imran Khan ફરી મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ…

Whatsapp share
facebook twitter