+

Pakistan : ચૂંટણી પહેલા હિન્દુ ઉમેદવાર ડૉ. સવીરા પ્રકાશનું ભારતને લઈ મોટું નિવેદન, કહ્યું- જો હું જીતીશ તો..!

પાકિસ્તાનમાં નવી સરકારની રચના માટે 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી (Pakistan Election 2024) યોજાવવાની છે. ત્યારે ખૈબર પખ્તુનખ્વાના બુનેર સીટ પરથી પીપીપીની (PPP) ટિકિટ પર ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ ઉમેદવાર…

પાકિસ્તાનમાં નવી સરકારની રચના માટે 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી (Pakistan Election 2024) યોજાવવાની છે. ત્યારે ખૈબર પખ્તુનખ્વાના બુનેર સીટ પરથી પીપીપીની (PPP) ટિકિટ પર ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ ઉમેદવાર ડૉ. સવીરા પ્રકાશે (Saveera Prakash) ભારત સાથે સારા સંબંધો જાળવવા પર ભાર મૂક્યો છે. સવીરાએ કહ્યું છે કે, જો તે જીતશે તો તે પાકિસ્તાન (Pakistan) અને ભારત (India) વચ્ચેના સંબંધો સુધારવા માટે સેતુ બનાવવાનું કામ કરશે. ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું છે કે, ખૈબર પખ્તુનખ્વામાં (Khyber Pakhtunkhwa) મહિલાઓના અધિકારોની લડાઈ તેમના એજન્ડામાં ટોચ પર છે.

જણાવી દઈએ કે, સવીરા પ્રકાશ એક શિક્ષિત મહિલા છે અને વ્યવસાયે ડૉક્ટર છે. પાકિસ્તાનનો (Pakistan) લઘુમતી સમુદાય પણ ચૂંટણીમાં તેમની તરફ આશાની નજરે જોઈ રહ્યો છે. પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા 25 વર્ષીય સવીરાએ કહ્યું કે, તેમણે ‘બુનેર કી બેટી’ ની બિરુદ મળ્યું છે. મુસ્લિમ ભાઈઓએ પણ તેમને માત્ર મત આપવાનું આશ્વાસન જ નથી આપ્યું પણ તેમને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું છે. સવીરા કહે છે કે, દુનિયાનો સૌથી મોટો ધર્મ માનવતા છે અને તે આ ધર્મ માટે કામ કરશે. પીપીપીને (PPP) ચૂંટણી લડવા માટે પસંદ કરવા અંગે ડૉ. સવેરાએ કહ્યું કે, તેમના પરિવારનો પાર્ટી સાથે 37 વર્ષ જૂનો સંબંધ છે.

સૌજન્ય – Google
ભારત સાથેના સંબંધો સુધરવાનો વિશ્વાસ

સવિરાએ કહ્યું કે, મને પશ્તુન સંસ્કૃતિનો હિસ્સો હોવાનો ગર્વ છે, પરંતુ જ્યારે મને સામાન્ય ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ મળી ત્યારે મને મુસ્લિમ ભાઈઓ તરફથી જે પ્રકારનું સમર્થન મળ્યું, તેનાથી મારું મનોબળ હિમાલય કરતાં પણ ઊંચું થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, હું એક દેશભક્ત હિંદુ છું અને એક ખેડૂતની દીકરી છું. હું ઈસ્લામાબાદ (Islamabad) અને નવી દિલ્હી (New Delhi) વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ભૂમિકા ભજવીશ. જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે, દરમિયાન નેશનલ એસેમ્બલીની 266 સીટો માટે મતદાન થશે. પાકિસ્તાનની (Pakistan) નેશનલ એસેમ્બલીમાં 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 10 બેઠકો લઘુમતી (બિન-મુસ્લિમો) માટે અનામત છે. નેશનલ એસેમ્બલીની સાથે-સાથે 8 ફેબ્રુઆરીએ પ્રાંતિય એસેમ્બલી માટે પણ મતદાન થશે.

આ પણ વાંચો – Israel Hamas War : યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડરને કર્યો ઠાર

Whatsapp share
facebook twitter