+

London stabbings: ચાઈનીઝ તલવારની ધાક પર લંડનના રસ્તા પર થયું કંઈક આવું….

London stabbings: આજરોજ લંડનના રસ્તાઓ પર એક 36 વર્ષના વ્યક્તિએ કત્લ-એ-આમ કર્યું હતું. આ ઘટનામાં 13 વર્ષના બાળકનું મોત નિપજ્યુ હતું. તે ઉપરાંત 4 લોકો ગંભીરરીતે ઘાયલ પણ થયા છે.…

London stabbings: આજરોજ લંડનના રસ્તાઓ પર એક 36 વર્ષના વ્યક્તિએ કત્લ-એ-આમ કર્યું હતું. આ ઘટનામાં 13 વર્ષના બાળકનું મોત નિપજ્યુ હતું. તે ઉપરાંત 4 લોકો ગંભીરરીતે ઘાયલ પણ થયા છે. જોકે આ ઘટનામાં આરોપીએ તલવાર સાથે સરા જાહેર લોકો પર હમલો કર્યો હતો. આ વ્યક્તિની એટલી હિંમત હતી કે, તેમે તલવાર વડે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

  • લંડનમાં 2020 પછી સ્થાનિક હિંસક પ્રવૃતિમાં વધારો

  • મેટ્રોપૉલિન વિસ્તારમાં છરી વડે હુમલાનો કેસમાં વધારો

  • આરોપીની શોધમાં પોલીસે તજવીજ હાથ ધરી

એક અહેવાલ અનુસાર, પોલીસે આ ઘટનામાં કોઈપણ પ્રકારની આતંકી સંડોવણી હોવાની માહિતી આપી નથી. જોકે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેની અંદર જોઈ શકાય છે કે, કેવી રીતે આરોપીએ સમુરાઈ તલવારને લઈ રસ્તા પર દહેશત ફેલાવી રહ્યો છે. તો મેટ્રોપૉલિટન પોલિસે જણાવ્યું હતું કે, આ ઘટના લંડનમાં પૂર્વી હેનૉલ્ટ વિસ્તારમાં સવારે 7 કલાકે બની હતી.

આ પણ વાંચો: Covishield Vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે TTS ? જાણો તેના લક્ષણ

અનેક વખત આવા બનાવ બનતા હોવાથી લોકોમાં ભયનો માહોલ

જોકે આ ઘટનાને લઈ લંડનના મેયર સાદિક ખાને શોક વ્યક્ત કર્યું છે. તે ઉપરાંત તેમણે પોલીસ અધિકારીઓને અને બચાવકર્મીઓને તાત્કાલિક ઘટનાને લઈ કડક પગલા લેવાની સૂચના પાઠવી છે. તે ઉપરાંત તમામ ઘાયલોને તુરંત તમામ સારવાર આપવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત લંડનમાં અવારનવાર માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા હિંસક હુમલાને લઈ કડક કાર્યવાહીની માંગણી કરી છે.

આ પણ વાંચો: Covishield Vaccine: કોવિશિલ્ડ રસી લેનાર માટે મોટા સમાચાર, વેક્સિન પર લગાવાયો પ્રતિબંધ!

મેટ્રોપૉલિન વિસ્તારમાં છરી વડે હુમલાનો કેસમાં વધારો

એક અહેવાલ અનુસાર, 2023 માં લંડનની અંદર હિંસક અપરાધોમાં 20 ટકાનો વધારો થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસરે જણાવ્યું હતું કે સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં, છરી વડે કરતા હુમલા સાત ટકા વધીને 49,489 ગુના થયા છે, જેમાંથી મોટા ભાગના (29 ટકા) મેટ્રોપોલિટન વિસ્તારોમાં હતા.

આ પણ વાંચો: Tariq Masood: પીએમ મોદીના કારણે મારા નિકાહ તૂટ્યાં, પાક. મૌલાનાનો આક્ષેપ

Whatsapp share
facebook twitter