+

La Salinas village: આ ગામમાં 12 વર્ષ પછી આપમેળે બદલાઈ જાય છે છોકરીઓનું લિંગ, અને બને છે છોકરા

La Salinas village: આપણે માનવજાતિના અનેક પાસાઓનો અભ્યાસ કર્યો છે. ત્યારે માનવજાતિને લઈ અનેક વૈજ્ઞાનિક અને તાર્કિક સવાલોના જવાબ સામે આવ્યા છે. ત્યારે અનેક વાર આપણી સામે એવી પણ માનવજાતિ…

La Salinas village: આપણે માનવજાતિના અનેક પાસાઓનો અભ્યાસ કર્યો છે. ત્યારે માનવજાતિને લઈ અનેક વૈજ્ઞાનિક અને તાર્કિક સવાલોના જવાબ સામે આવ્યા છે. ત્યારે અનેક વાર આપણી સામે એવી પણ માનવજાતિ સામે આવે છે, જેની જિંદગી જીવવાની એક અલગ ઢબ હોય છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનાર માનવજાતિ સામે આવી છે.

  • આ છોકરીઓના લિંગ પરિવર્તન થાય છે

  • છોકરીઓ 12 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરા બની જાય છે

  • સર્જરી વગર છોકરી આપોઆપ છોકરો બની જાય છે

ત્યારે એક અનોખું ગામ આપણી સામે આવ્યું છે. આ ગામની અંદર માતાના ગર્ભમાંથી તો છોકરીઓનો જન્મ થાય છે. પરંતુ સમય જતાં આ છોકરીઓના લિંગ પરિવર્તન થાય છે અને તેઓ છોકરા બની જાય છે. આ ગામનું નામ લા સેલિનાસ છે. આ ગામ અમેરિકાના દેશ ડોમિનિકન રિપબ્કિમાં આવેલું છે.

છોકરીઓ 12 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરા બની જાય છે

આ ગામમાં જન્મેલી છોકરીઓ 12 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરા બની જાય છે. તેમનું લિંગ આપોઆપ બદલાય છે. પુરુષોની જેમ તેમનો અવાજ ભારે થઈ જાય છે. આખા શરીરમાં વાળ ઉગવા લાગે છે. આ ગામના લોકો દીકરી ઈચ્છે છે, પરંતુ આપોઆપ થતાં લિંગ પરિવર્તનને કારણે જ્યારે છોકરીઓનો જન્મ થાય છે. ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે.

સર્જરી વગર છોકરી આપોઆપ છોકરો બની જાય છે

મેડિકલ સાયન્સમાં જેન્ડર ચેન્જ કરવા માટે સર્જરીનો સહારો લેવામાં આવે છે. તો કેટલાક એક્સપર્ટ આ લિંગ પરિવર્તનનું કારણ આનુવંશિક રોગ માને છે, જેનું નામ ‘સ્યુડોહર્માફ્રોડાઇટ’ છે. વિજ્ઞાનીકોનું કહેવું છે કે આ આનુવંશિક ખામીને કારણે છોકરીઓના રૂપમાં જન્મેલા બાળકોના અંગો ધીમે ધીમે પુરુષની જેમ બદલવા લાગે છે. એટલે કે સર્જરી વગર છોકરી આપોઆપ છોકરો બની જાય છે.ન્યૂયોર્કના ઉત્તરી ભાગમાં કોર્નેલ યુનિવર્સિટીના ડૉક્ટરોએ આ તબીબી વિસંગતતાવાળા કેટલાક બાળકો પર રિસર્ચ કરવા આ ગામમાં પહોંચ્યા, તેમાંથી કેટલાકને રિસર્ચ માટે તેમની સાથે અમેરિકા પણ લાવ્યા હતા.

આ પણ વાંચો: El Salvador News: 5,59,54,27,950 રૂપિયાનું કોકેન બળી જાય ત્યારે… કેવું લાગે છે, જુઓ વીડિયો

Whatsapp share
facebook twitter