+

Kenya protesting: શું છે એ Tax Bill માં ? જેના કારણે કેન્યા સરકાર અને નાગરિકો વચ્ચે ખૂની ખેલ રચાયો

Kenya protesting: હાલમાં, આફ્રિકન દેશ Kenya માં તણાવનો માહોલ સર્જાયો છે. મોટાભાગે નૈરોબી શહેરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેનું મુખ્ય કારણે સંસદમાં ટેક્સ Tax Bill પસાર કરવામાં આવ્યું…

Kenya protesting: હાલમાં, આફ્રિકન દેશ Kenya માં તણાવનો માહોલ સર્જાયો છે. મોટાભાગે નૈરોબી શહેરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેનું મુખ્ય કારણે સંસદમાં ટેક્સ Tax Bill પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ Tax Bill ને રદ કરવા માટે લોકો Protest કરી રહ્યા છે. તો લોકો બિરને રદ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ રહ્યા છે. તો પોલીસ સાથે પણ નાગરિકોની અથડામણ થઈ રહી છે.

  • Protest કરનારાઓમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ

  • દેશભરમાં સેના તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો

  • સરકાર દેશના લોકોનું જીવન મુશ્કેલ બનાવવા માંગે છે

જોકે છેલ્લા ઘણા દિવસોથી Protest ચાલી રહ્યું હતું, જેણે હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ વોટર કેનન અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરી રહી છે. ત્યારે લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે 500 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તો Protest કરનારાઓમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ થાય છે.

દેશભરમાં સેના તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો

તે ઉપરાંત યુવાનોએ બેરિકેડ તોડીને સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાકએ સંસદમાં ઘૂસીને આગ પણ લગાવી દીધી હતી. સંસદ પરિસરમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ હંગામાને કારણે સાંસદોને સુરંગ દ્વારા બચાવી લેવાયા હતા. Kenya ના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. આક્રમક અને હિંસક Protest ને જોતા દેશભરમાં સેના તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાવકી બહેન ઓમા ઓબામા, જે Kenya માં સામાજિક કાર્યકર્તા છે, તે પણ Protest પ્રદર્શનમાં સામેલ છે.

સરકાર દેશના લોકોનું જીવન મુશ્કેલ બનાવવા માંગે છે

Kenya સરકાર નવું ટેક્સ Tax Bill લાગુ કરવા જઈ રહી છે. સંસદમાં Tax Bill પાસ થઈ ગયું છે. તેને 195 માંથી 106 સાંસદોની સહમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ Tax Bill ના અમલ સાથે દેશમાં આવશ્યક સેવાઓ પર ટેક્સ લાગશે. તેનાથી સરકારની ટેક્સની આવકમાં વધારો થશે. લોકો આ Tax Bill માટે Protest કરી રહ્યા છે કારણ કે ટેક્સ લાદવાથી બાળકોનું ભણતર મુશ્કેલ બનશે. દૂધ, શાકભાજીથી લઈને રસોઈની વસ્તુઓ મોંઘી થશે. સરકાર તેની જરૂરિયાતો પૂરી કરવા માટે દેશના લોકોનું જીવન મુશ્કેલ બનાવવા માંગે છે, તેથી લોકો તેમના અધિકારો માટે લડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો: Korowai tribe: એવા પણ આદિવાસીઓ છે જે સ્વજનોના મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે

Whatsapp share
facebook twitter