+

Italy Parliament Video: G7 Summit વચ્ચે ઈટલીના સંસદમાં સાંસદોએ એકબાજાને બુટ-ચંપલ માર્યા

Italy Parliament Video: એક બાજુ ઈટલી (Italy) માં G7 Summit શરુ થઈ ગઈ છે. તો બીજી તરફ ઈટલી (Italy) ના સંસદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ…

Italy Parliament Video: એક બાજુ ઈટલી (Italy) માં G7 Summit શરુ થઈ ગઈ છે. તો બીજી તરફ ઈટલી (Italy) ના સંસદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો વીડિયો (Viral Video) પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ઈટલ (Italy) ની સંસદમાં સાંસદો વચ્ચે એક ઠરાવને લઈ બે જૂથ વચ્ચે સંસદની અંદર અથડામણ થઈ હતી.

  • ઈટલીના સાંસદો વચ્ચે સંસદની અંદર મારપીટ શરુ થઈ

  • પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી

  • આ G7 Summit નો ભારત દેશ ભાગ નથી

એક અહેવાલ અનુસાર, ઈટલી (Italy) ની સાંસદ (Parliament) માં સ્વાયત્તતા (Autonomy) ના ઠરાવને લઈ સંસદની અંદર વિવાદ શરુ થયો હતો. ત્યારે સ્વાયત્તતાના ઠરાવને સમર્થન આપનારા સાંસદો અને વિરોધી સાંસદ વચ્ચે આ વિવાદ શરુ થયો હતો. તો આ વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો હતો. આ ઈટલી (Italy) ની સંસદ (Parliament) માં થયેલી આ મારપીડની ઘટનાનો વીડિયો વિશ્વભરમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ સાંસદો વચ્ચે સંસદ (Parliament) ની અંદર મારપીટ શરુ થઈ હતી.

પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સાંસદ લિયાનાર્ડો ડોનો Italy ના મંત્રી રાબર્ટો કૈલ્ડોરોલોને Italy નો ઝંડો બળજબરી પૂર્વક પહેરાવાની કોશિશ કરે છે. પરંતુ મંત્રી કૈલ્ડોરેલો આ ઝંડાને પહેરવા પર સાંસદ લિયાનાર્ડો ડોનોની અટકાયત કરે છે. ત્યારે અન્ય સંસદમાં હાજર સાંસદો મંત્રી કૈલ્ડોરેલો પાસે આવીને મારપીટની ઘટનાને અંજામ આપે છે. જોકે આ ઘટનાને લઈને અત્યાર સુધી Italy ની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ G7 Summit નો ભારત દેશ ભાગ નથી

ત્યારે બીજી તરફ આજરોજથી ઈટલીમાં G7 Summit શરુ થઈ ગઈ છે. તો G7 Summit માં મહત્તવપૂર્ણ ગણાતા તમામ 7 દેશના પ્રધાન પણ ઈટલી પહોંચી ગયા છે. ત્યારે આ G7 Summit માં America, Britain, France, italy, Germany, Canada અને Japan નો સમાવેશ થાય છે. જોકે આ G7 Summit નો ભારત દેશ ભાગ નથી. તેમ છતાં ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ G7 Summit માં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: US : Supreme Court નો મોટો નિર્ણય, ગર્ભપાતની ગોળીઓ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી…

Whatsapp share
facebook twitter