+

Israel Attack On School: ગાઝામાં આવેલી એક શાળામાં ઈઝરાયેલ આર્મીનો 3 વાર હુમલો

Israel Attack On School: Israel અને Palestine વચ્ચે યુદ્ધ અનેક માસૂમોની હત્યા થઈ રહી છે. અવાર-નવાર Israel અને Palestine દ્વારા એકબીજા પર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં…

Israel Attack On School: Israel અને Palestine વચ્ચે યુદ્ધ અનેક માસૂમોની હત્યા થઈ રહી છે. અવાર-નવાર Israel અને Palestine દ્વારા એકબીજા પર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફરી એકવાર Israel દ્વારા ગાઝાની એક શાળામાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.

  • હુમલામાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે

  • આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે

  • Israel નો વિનાશ કરવો પડશે

તો Israel દ્વારા કરવામાં આવેલા હુમલામાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જોકે આ યાદીમાં મોટાભાગે બાળકોના નામ સામે આવ્યા છે. Israel ના સૈનિકો દ્વારા આ શાળા પર 3 મિસાઈલ નાખવામાં આવી હતી. આ શાળામાં અનેક Palestine ના લોકો યુદ્ધને કારણે રહી રહ્યા હતા. તો Israel સેનાનું કહેવું છે કે, તેમણે ગાઝામાં શાળાની આડમાં રહેલા Hamas ના આતંકવાદીઓ પર હુમલો કર્યો છે.

આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે

તો ગાઝાની સરકાર દ્વારા આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે.કારણ કે… આ હુમલામાં અનેક માસૂમ બાળકોનો જીવ ગયો છે. તે ઉપરાંત Israel ગાઝાને સ્મશાન બનાવાની પોતાની વાતને સાચી સાબિત કરવા માટે આ પ્રકારના હુમલા કરી રહી છે, તેવું ગાઝા સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

Israel નો વિનાશ કરવો પડશે

તે ઉપરાંત Israel ને અમેરિકાનું સમર્થન હોવાથી તે કોઈ પણ ભય વગર આ પ્રકારના હુમલા કરી રહ્યું છે. તો આ બંને દેશ આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ કરી રહ્યા છે. જોકે આ ઘટનાને લઈ હજુ સુધી Israel સેના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તો Hamas ના સહ-સંસ્થાપક શેખ હસન યૂસુફના પુત્ર મોસાબ હસન યૂસુફની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, Palestine ને બચવુ હોય તો Israel નો વિનાશ કરવો પડશે.

આ પણ વાંચો: China અને Pakistan ની જુગલબંધી, શાહબાઝ શરીફે ચીની જવાનોને આપ્યું આ આશ્વાસન…

Whatsapp share
facebook twitter