+

Houthi Rebels : યમનમાં ઈરાન સમર્થિત ‘હુથિઓ’ પર US-UK ની સ્ટ્રાઈક

Houthi Rebels : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના (Israel vs Hamas war) યુદ્ધમાં હવે વધુમાં વધુ વિસ્તારોમાં લપેટમાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર અત્યાર સુધી યમનમાં સક્રિય હૌથી વિદ્રોહી( Houthi…

Houthi Rebels : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના (Israel vs Hamas war) યુદ્ધમાં હવે વધુમાં વધુ વિસ્તારોમાં લપેટમાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર અત્યાર સુધી યમનમાં સક્રિય હૌથી વિદ્રોહી( Houthi Rebels) ઓ જે રીતે સમુદ્રમાંથી ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને નિશાન (Houthi Rebels) બનાવી રહ્યા હતા હવે તેનાથી અકળાઈને અમેરિકા અને બ્રિટને હૌથીઓ સામે જવાબી કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.

 

અમેરિકા-બ્રિટનની સેના થઈ સક્રિય

માહિતી અનુસાર અમેરિકા અને બ્રિટનની સેનાએ ઈરાન સમર્થિત હૌથી બળવાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને સેનાએ હૌથીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ડઝનેક સ્થળોએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો. સેનાએ ટોમહોક મિસાઈલો અને લડાકૂ જેટ વિમાનોનો ઉપયોગ કરી બળવાખોરોના લોજિસ્ટિક્સ હબ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના ભંડારને નિશાન બનાવ્યા હતા.

વ્હાઈટ હાઉસ તરફથી અપાઈ હતી ચેતવણી!

હૌથી બળવાખોરો વિરુદ્ધ અમેરિકા અને બ્રિટનના સૈન્યની આ પહેલી કાર્યવાહી છે. વ્હાઈટ હાઉસ તરફથી હૌથી બળવાખોરોને પહેલાથી જ હુમલા બંધ કરવા ચેતવણી આપી દેવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ બળવાખોરોને હુમલો કરવા માટે પ્રસ્તાવ પસાર કરાયો હતો. જેની અસર થોડા દિવસો દેખાઈ પરંતુ પછીથી ફરી હુમલા કરવાની શરૂઆત થઇ ગઇ હતી. હૌથીઓએ અત્યાર સુધીના સૌથી મોટા હુમલા કર્યા હતા. જેના પછી હવે જવાબી કાર્યવાહીમાં અમેરિકા અને બ્રિટનના સૈન્યએ 18 ડ્રોન, બે ક્રૂઝ મિસાઈલ અને એક એન્ટી શિપ મિસાઈલ તોડી પાડી હતી.

 

આંતરરાષ્ટ્રીય શિપિંગ પર 27 હુમલામાં 50 થી વધુ દેશો પ્રભાવિત થયા છે. 20 થી વધુ દેશોના ક્રૂને ચાંચિયાગીરીમાં ધમકી આપવામાં આવી છે અથવા બંધક બનાવવામાં આવી છે. 2,000 થી વધુ જહાજોને લાલ સમુદ્રથી બચવા માટે હજારો માઇલ દૂર કરવાની ફરજ પડી છે, ઉત્પાદન શિપિંગના સમયમાં કેટલાક અઠવાડિયા સુધી વિલંબ થયો છે, અને 9 જાન્યુઆરીના રોજ, હુથિઓએ અમેરિકન જહાજોને સીધું નિશાન બનાવીને અત્યાર સુધીનો તેમનો પ્રથમ હુમલો કર્યો. સૌથી મોટો હુમલો કર્યો.

 

આ પણ વાંચો UK- India :બ્રિટન અને ભારત સંપૂર્ણપણે નવી દિશામાં પ્રવાસ કરી રહ્યા છે : બ્રિટીશ રક્ષામંત્રી

Whatsapp share
facebook twitter