+

PM Modi And Italy: ખાલિસ્તાનીઓની નાપાક હરકત ઈટલીમાં, મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી

PM Modi And Italy: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ભારતના સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે વડપ્રધાન મોદી (PM Modi) દેશમાં ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે…

PM Modi And Italy: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ભારતના સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે વડપ્રધાન મોદી (PM Modi) દેશમાં ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે સૌ પ્રથમ તેઓ ઈટલી (Italy) ના પ્રવાસે જશે. 13 જૂનના રોજ ઈટલી જવા માટે ભારતથી રવાના થશે. ત્યારે 13 થી 15 જૂન વચ્ચે Italy માં આવેલા અપુલિયાના ફસાનો શહેરની અંદર G7 Summit નું આયોજન કરવામાં આવ્યું છે.

  • PM Modi ઈટલીમાં અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના

  • PM Modi ની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે

  • ઈટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાંને નુકસાન પહોંચાડવામાં આવ્યું

તો બીજી તરફ ઈટલીમાં રહેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા PM Modi અને ભારત વિરુદ્ધ italy માં શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઈટલીમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જોકે આ ઘટના પર italy માં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તે ઉપરાંત italy માં વિવિધ સ્થળો પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા છે. જોકે આ અંગે ઈટલીના દૂતાવાસ અને રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા આ મામલે જરુરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

G7 Summit ની અંદર મુખ્ય સાત દેશ

જોકે G7 Summitની અંદર મુખ્ય સાત દેશ America, Britain, France, italy, Germany, Canada અને Japan છે. ત્યારે આ વખતે G7 Summit નો મુખ્ય મુદ્દો યુક્રેનમાં અને ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ રહેશે. ત્યારે આ G7 Summit માં તમામ સાત દેશના પ્રમુખ ઉપસ્થિત રહેવાની માહિતી સામે આવી છે.

PM Modi ઈટલીમાં અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના

PM Modi ની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલ સામેલ થવાની સંભાવના છે. PM Modi તેમની મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે, જેમાં Italy ના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM Modi Italy Visit: ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે PM Modi સૌ પ્રથમ ઈટલી જશે

Whatsapp share
facebook twitter