+

France News : France માં પ્રથમ Gay પ્રધાનમંત્રી તરીકે ગેબ્રિયલ અટલ

France News: France ના રાષ્ટ્રપતિ Emmanuel Macron એ 34 વર્ષના ગેબ્રિયલ અટલને ફ્રાંસના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં તેઓ France ના પ્રથમ Gay વડાપ્રધાન પણ…

France News: France ના રાષ્ટ્રપતિ Emmanuel Macron એ 34 વર્ષના ગેબ્રિયલ અટલને ફ્રાંસના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં તેઓ France ના પ્રથમ Gay વડાપ્રધાન પણ છે. એક અહેવાલ અનુસાર, Emmanuel Macron યુરોપિયન સંસદની ચૂંટણી સરકારમાં નવા ફેરફારો કરવા માંગે છે. આ કારણે એલિઝાબેથને હટાવીને નવા પ્રધાનમંત્રીને તક આપવામાં આવી છે.

France News

France News

President Emmanuel Macron ની સૌથી નજીક ગેબ્રિયલ અટલ

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (President Emmanuel Macron) દ્વારા આ ફેરબદલ France માં એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષના અંતમાં યોજાનારી યુરોપિયન ચૂંટણીઓ પહેલા તેમની ટોચની ટીમમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (President Emmanuel Macron) ની ટીમ નેતા મરીન લે પેનની પાર્ટી કરતાં લગભગ આઠથી દસ ટકા પોઈન્ટ્સથી પાછળ છે. Covid19 દરમિયાન સરકારના પ્રવક્તા તરીકે President Emmanuel Macron ના નજીકના નેતા ગેબ્રિયલ અટલ (Gabriel Attal) એક પ્રખ્યાત નેતા તરીકે લોકોની સામે આવી ગયા હતા.

France માં પ્રથમ Gay પ્રધાનમંત્રી તરીકે ગેબ્રિયલ અટલ

તાજેતરના ઓપિનિયન પોલ્સમાં ગેબ્રિયલ અટલે દેશમાં રેડિયો અને સંસદમાં પ્રશંસનિય વર્તન દ્વારા લોકોમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે નામ નોંધાવ્યું છે. તે ઉપરાંત તેઓ France માં સૌથી યુવા પ્રધાનમંત્રી છે.

આ પણ વાંચો –  Imran Khan Update: પાકિસ્તાન સરકાર દ્વારા વધુ કેસ ઈમરાન ખાન પર કરાયો

આ પણ વાંચો – Boycott Maldives : ભારત સાથે વિવાદ બાદ માલદીવમાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter