+

Expensive Hamburger: સોનાનો ઉપયોગ કરી લાખોની કિંમતનો બનાવ્યો બર્ગર, જુઓ વિડીયો

Expensive Hamburger: દુનિયામાં દાગીના જ નહીં, પરંતુ અનેક વાનગીઓ પણ દાગીના કરતા મોંઘી હોય છે. દુનિયામાં અનેક એવા Restaurant છે, જેમાં વિશ્વની સૌથી લોકપ્રિય અને ખાસ વાનગીઓ બનાવે છે. આ…

Expensive Hamburger: દુનિયામાં દાગીના જ નહીં, પરંતુ અનેક વાનગીઓ પણ દાગીના કરતા મોંઘી હોય છે. દુનિયામાં અનેક એવા Restaurant છે, જેમાં વિશ્વની સૌથી લોકપ્રિય અને ખાસ વાનગીઓ બનાવે છે. આ પ્રકારની Restaurant ના ઉદ્દેશ એ હોય છે કે, દુનિયાની સૌથી અલગ અને ખાસ વાનગીઓ બનાવવી. ત્યારે આવો જ એક Hamburger છે, જે દુનિયામાં સૌથી મોંધા Hamburger સાબિત થયો છે.

  • ડુંગળીની પરત પણ શેમ્પેઈનથી બનાવવામાં આવી

  • કિંમત લગભગ 5 હજાર યુરો એટલે કે 4.5 લાખ રૂપિયા

  • કોવિડ-19 લોકડાઉન દરમિયાન આ વિચાર આવ્યો હતો

આ Hamburger ને Guinness Book of World Records માં પણ સૌથી મૂલ્યવાન Hamburger તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ બર્ગની ખાસ વાત કિંમત નહીં, પરંતુ Hamburger બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી છે. તેના બન અને ડુંગળીની પરત પણ અસાધારણ વિન્ટેજ શેમ્પેઈનથી બનાવવામાં આવી છે, જેને ડોમ પેરિગ્નન કહેવાય છે. તેની કિંમત લગભગ 5 હજાર યુરો એટલે કે સાડા ચાર લાખ રૂપિયા છે.

કોવિડ-19 લોકડાઉન દરમિયાન આ વિચાર આવ્યો હતો

Guinness Book of World Records એ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, તેની ઊંચી કિંમતનું કારણ તેની ખૂબ જ સારી ગુણવત્તા છે. આનાથી ઓનલાઈન ઘણો વિવાદ થયો છે, ઘણા લોકો દાવો કરે છે કે તેઓ એક જ વાનગી પર આટલો ખર્ચ કરી શકશે નહીં. આ Hamburger બનાવનાર મુખ્ય સૂત્રધાર રોબર્ટ જાન ડી વેન, મેં એક સારા હેતુ માટે કર્યું હતું. ગેલ્ડરલેન્ડની ડાલ્ટન્સ રેસ્ટોરન્ટમાં કામ કરતા ડચ રસોઇયાને સૌપ્રથમ કોવિડ-19 લોકડાઉન દરમિયાન આ વિચાર આવ્યો હતો. તેણે હંમેશા વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ તે નેધરલેન્ડની ગરીબી તરફ પણ ધ્યાન દોરવા માંગતો હતો. તેથી તેના પ્રથમ ગોલ્ડન બોયની કમાણીનો ઉપયોગ જરૂરિયાતમંદ પરિવારો માટે 1,000 ફૂડ પેકેજ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Teacher Brianna Coppage: શિક્ષિકાએ વધુ પૈસા કમાવવા માટે Pornography નો વ્યવસાય કર્યો શરુ, જુઓ વિડીયો….

Whatsapp share
facebook twitter