+

El Salvador News: 5,59,54,27,950 રૂપિયાનું કોકેન બળી જાય ત્યારે… કેવું લાગે છે, જુઓ વીડિયો

El Salvador News: આપણે મોંઘી કાર, ઈમારત, બાઈક, અમૂલ્ય જંગલો સહિતા અનેક વસ્તુઓમાં લાગતી આગ જોઈ હશે. ત્યારે તાજેતરમાં એક આગની એવી ઘટના સામે આવી છે, જેની અંદર આશરે 5…

El Salvador News: આપણે મોંઘી કાર, ઈમારત, બાઈક, અમૂલ્ય જંગલો સહિતા અનેક વસ્તુઓમાં લાગતી આગ જોઈ હશે. ત્યારે તાજેતરમાં એક આગની એવી ઘટના સામે આવી છે, જેની અંદર આશરે 5 અરબથી પણ વધારે કિંમતી સામાનમાં લાગેલી આગનો વીડિયો સામે આવ્યો છે. આ આગને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.

  • સાલ્વાડોર પોલીસને 2.7 ટન કોકીન જપ્ત કર્યું

  • કોકેન ઇલોપાંગો શહેરમાં સળગાવી દેવામાં આવ્યું

  • સાલ્વાડોરને એશિય ખંડનો સૌથી સુરક્ષિત દેશ

આ ઘટના સાલ્વાડોર (Salvador) માંથી સામે આવી છે. ત્યારે સાલ્વાડોર નજીક આવેલા દરિયમાં સાલ્વાડોર પોલીસ દ્વારા કથિત બોટને ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આ બોટમાં હાજર લોકોની અને બોટની તપાસ સાલ્વાડોર (Salvador) પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ બોટમાંથી સાલ્વાડોર (Salvador) પોલીસને 2.7 ટન કોકીન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે સાલ્વાડોર (Salvador) પોલીસે આરોપીઓ પૈકી બે ઈક્વાડોર, બે કોલંબિયાના અને 3 મૈક્સિકન નાગરિકોને ઝડપ્યા હતા.

કોકેન ઇલોપાંગો શહેરમાં સળગાવી દેવામાં આવ્યું

તો El Salvador (Salvador) ના એટર્ની જનરલના કાર્યાલયના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ કોકેન રાજધાની San Salvador (Salvador) ની પૂર્વમાં આવેલા ઇલોપાંગો શહેરમાં સળગાવી દેવામાં આવ્યું હતું. El Salvador એ મધ્ય અમેરિકામાં સૌથી નાનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો દેશ છે. તે ઉત્તર-પશ્ચિમમાં ગ્વાટેમાલા, ઉત્તરપૂર્વમાં હોન્ડુરાસ અને દક્ષિણમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે. તેની રાજધાની San Salvador છે. ગયા વર્ષે, Salvador ના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે El Salvador ને એશિય ખંડનો સૌથી સુરક્ષિત દેશ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: ઈટલીમાં પણ ભારતનું કલ્ચર, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા

Whatsapp share
facebook twitter