+

Karnataka : પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં 13ના મોત

Karnataka : કર્ણાટક (Karnataka ) માં હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. આ અકસ્માત હાવેરી જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે…

Karnataka : કર્ણાટક (Karnataka ) માં હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. આ અકસ્માત હાવેરી જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 13 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર

જ્યારે ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. તેણે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. ઘટનાની તસવીરો પણ સામે આવી છે,

ફાયર વિભાગ અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ ટ્રાવેલરની અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા છે. આ અકસ્માતમાં એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં પોલીસ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે જોવા મળ્યા હતા.

અકસ્માત પાછળનું સાચું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી

જો કે અકસ્માત પાછળનું સાચું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ટ્રાવેલરની સ્પીડ ઘણી વધારે હતી, જેના કારણે તે પાર્ક કરાયેલા ટ્રક સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો—– Delhi Airport : ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી

આ પણ વાંચો— ABHYAS: DRDOનું આ ખાસ ડ્રોનથી હવે દુશ્મનો થરથર ધ્રૂજશે…10 પરીક્ષણમાં 100 ટકા સફળ

Whatsapp share
facebook twitter