+

China: ચીને રચ્યો ઈતિહાસ,ચંદ્ર પરથી મળી આ વસ્તુ

china: ચીને ચંદ્રની દૂરની બાજુથી માટીના નમૂના લાવવામાં સફળતા મેળવી છે. ચીનનું ચાંગ (Chang’E 6 mission) મંગળવારે પૃથ્વી પર પરત ફર્યું. તે ઉત્તરી ચીનના મંગોલિયા ક્ષેત્રમાં ઉતર્યું હતું. ચીનના નેશનલ…

china: ચીને ચંદ્રની દૂરની બાજુથી માટીના નમૂના લાવવામાં સફળતા મેળવી છે. ચીનનું ચાંગ (Chang’E 6 mission) મંગળવારે પૃથ્વી પર પરત ફર્યું. તે ઉત્તરી ચીનના મંગોલિયા ક્ષેત્રમાં ઉતર્યું હતું. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર ઝાંગ કેજિયને કહ્યું કે હું હવે જાહેરાત કરી શકું છું કે ચંદ્રની સપાટી પરથી માટી ખોદીને લાવવાનું ચાંગ ઈ 6 મિશન હવે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

ચીને મેળવી સફળતા

વિજ્ઞાનીઓની સમગ્ર ટીમને અભિનંદન આપતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે અવકાશ અને ટેકનોલોજીમાં આ સફળતા આપણા દેશ માટે આ ક્ષેત્રમાં વૈશ્વિક શક્તિ બનવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, ચીનના વૈજ્ઞાનિકોને આશા છે કે આ માટીના નમૂનાઓ આવ્યા છે ચંદ્રમાં 2.5 મિલિયન વર્ષો પહેલા થયેલા જ્વાળામુખીના અવશેષો પણ હશે. જો આવું થાય, તો આ અવશેષો ચંદ્રના બે ધ્રુવો વચ્ચેના ભૌગોલિક તફાવતોના જવાબો શોધવામાં મદદ કરી શકે છે. ચંદ્ર પરથી માટીના આ નમૂનાઓનું પરીક્ષણ કરીને ચંદ્રની ભૌગોલિક સ્થિતિ અંગે સાચો જવાબ મળી જશે તેવી અપેક્ષા છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના ભૂસ્તરશાસ્ત્રી ઝોંગયુ યુએ સોમવારે ઈનોવેશનને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદ્રની નજીકની બાજુ પૃથ્વી પરથી દેખાય છે અને દૂરની બાજુ બાહ્ય અવકાશનો સામનો કરે છે. ચંદ્રની દૂરની બાજુ પર્વતો અને ખાડાઓ માટે જાણીતી છે, જે પૃથ્વીની બાજુના સપાટ વિસ્તારોથી વિપરીત છે.

ચીને નવો રેકોર્ડ બનાવ્યો

વધુમાં કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં, ભારત, જાપાન વગેરે દ્વારા મિશનના પ્રક્ષેપણ સાથે ચંદ્ર સંશોધન કેન્દ્ર સ્થાને છે. એ પહેલા અમેરિકા અને રશિયા જેવા દેશોએ ચંદ્રની નજીકની બાજુથી નમૂના એકત્રિત કર્યા હતા. લગભગ દરેક ક્ષેત્રમાં અમેરિકા સાથે સ્પર્ધા કરી રહેલા ચીને અવકાશ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ચીને તેનું નવું સ્પેસ સ્ટેશન પણ લોન્ચ કર્યું છે જ્યાં તે નિયમિતપણે તેના ક્રૂ મોકલે છે. ચાંગ ઈ 6એ 3 મેના રોજ પૃથ્વી પરથી ઉડાન ભરી, તેની 53 દિવસની સફર ચાંગે 6એ મંગળવારે સફળતાપૂર્વક પૂર્ણ કરી.

આ પણ  વાંચો  – AMERICA માં વધુ એક ભારતીયની સરેઆમ હત્યા, VIDEO થયો વાયરલ

આ પણ  વાંચો  – આ દેશ હેલીકોપ્ટરથી આકાશમાં છોડી રહ્યું છે કરોડો મચ્છર, જાણો શું છે કારણ

આ પણ  વાંચો  – હિન્દુજા પરિવારને રહસ્યમય રીતે મળી કોર્ટમાંથી રાહત, ફરિયાદીઓએ પરત ખેંચી ફરિયાદ

Whatsapp share
facebook twitter