+

Japan Moon Mission: ભારત બાદ જાપાન પણ ચંદ્ર પર ઈતિહાસ રચશે

જાપાનનું SLIM ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આ જ કારણ છે કે વિશ્વના અગ્રણી દેશોએ ચંદ્ર…

જાપાનનું SLIM ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આ જ કારણ છે કે વિશ્વના અગ્રણી દેશોએ ચંદ્ર તરફ મજબૂત પગલું ભર્યું છે. આ શ્રેણીમાં, ચંદ્રને લઈને જાપાન દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશનમાં મોટી સફળતા મળી છે. જાપાનનું SLIM એટલે કે ચંદ્ર મિશનની તપાસ માટેનું સ્માર્ટ લેન્ડર 25 ડિસેમ્બર 2023 ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ખુદ જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે.

SLIM 100 મીટર પહોળા લેન્ડિંગ એરિયામાં ઉતરવાનો પ્રયાસ કરશે

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ જાહેરાત કરી હતી કે, સ્માર્ટ લેન્ડર (SLIM) એ  25 ડિસેમ્બર, 2023 ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આગામી થોડા અઠવાડિયામાં આ લેન્ડર ધીમે ધીમે ભ્રમણકક્ષાની અંદર જશે. SLIM એ હળવા વજનનું લેન્ડર છે જે 100 મીટર પહોળા લેન્ડિંગ એરિયામાં ઉતરવાનો પ્રયાસ કરશે. તેનું નામ મૂન સ્નાઈપર રાખવામાં આવ્યું છે.

આ મિશન જાપાન માટે એક નવું સીમાચિહ્નરૂપ સાબિત થશે કારણ કે આ પહેલા ચંદ્ર પર અવકાશયાનનું સોફ્ટ લેન્ડિંગ ભારત, અમેરિકા, રશિયા અને ચીને કર્યુ છે. તેથી જો બધું બરાબર રહેશે તો જાપાન પણ આ યાદીમાં સામેલ થઈ જશે. તે ઉપરાંત નાસા પણ 2024ના અંતમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાત્રીઓને મોકલવાનો ઈરાદો ધરાવે છે.

આ પણ વાંચો: China AI Technology: ચીનની AI સિસ્ટમ અમેરિકન સહિત વૈશ્વિક સ્તરે મુશ્કેલીમાં કરશે વધારો

Whatsapp share
facebook twitter