+

Weather forecast : આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જાણો મતદાનના દિવસે કેટલું રહેશે તાપમાન!

Weather forecast : રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીએ કહેર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 3 દિવસ…

Weather forecast : રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીએ કહેર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સંભાવના છે. જ્યારે રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચવાની શક્યતા છે. 6 થી 8 મેએ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-Kutch) હીટવેવની આગાહી કરાઈ છે. સાથે જ 7 મેના રોજ એટલે કે મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.

મતદાનના દિવસે 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમ વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી કરી છે. આજથી 3 દિવસ સુધી હીટવેવની (heatwave) આગાહી વિભાગ દ્વારા કરાઈ છે. આ સાથે રાજ્યના 8 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 થી 8 મે સુધી હીટવેવની આગાહી છે. જ્યારે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. આથી, વિભાગ દ્વારા લોકોને મતદાનના દિવસે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. અમદાવાદમાં (Ahmedabad) સતત ત્રીજા દિવસે તાપમાન 41 ડિગ્રી સુધી નોંધાયું છે.

ક્યાં કેટલું તાપમાન ?

રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો (Weather forecast) છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાતમાં 42.3 ડિગ્રી અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 40.8 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી, દાહોદમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં (Bhavnagar) 38.7 ડિગ્રી, પોરબંદરમાં 38.4 ડિગ્રી, જામનગરમાં 37.2 ડિગ્રી અને વલસાડમાં 37.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.

 

આ પણ વાંચો – Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ

આ પણ વાંચો – Weather Forecast : આજથી 4 દિવસ હીટવેવ, તાપમાન 43 ડિગ્રી સુધી જવાની આગાહી, વાંચો અહેવાલ

આ પણ વાંચો – Weather Forecast : ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! અહીં સિવિયર હિટવેવની આગાહી, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter