+

valsad : નેશનલ હાઇવે પર ટેન્કર પલટી જતા આગ,એકનું મોત

Valsad : રાજ્યમાં વધુ એક આગ સાથે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં વલસાડના (Valsad) વાઘલધારા નજીક નેશનલ હાઇવે-48 પર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પલટી જતા ભીષણ આગ લાગી…

Valsad : રાજ્યમાં વધુ એક આગ સાથે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં વલસાડના (Valsad) વાઘલધારા નજીક નેશનલ હાઇવે-48 પર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પલટી જતા ભીષણ આગ લાગી છે. આગ આગ એટલી ભીષણ હતી કે, પાછળ આવી રહેલા અન્ય કેટલાક વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા. આગના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

આ અંગેની માહિતી અનુસાર વલસાડ ( Valsad ) જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પલટી જવાના કારણે આગ લાગી હતી. જેના કારણે ટેન્કર ના પાછળ ચાલતી વાન પણ આગની ચપેટમાં આવી છે. આ ઉપરાંત ટેન્કરમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયરબ્રિગેડની ટીમ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ હાલ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેશનલ હાઈવે-48 પરનો વાહનવ્યવહાર વાઘલધારા પાસે બંધ કરાવી દેવામાં આવ્યો છે.આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવેલા કેટલાક વાહનો પણઆગની ચપેટમાં આવી રહ્યા છે.

 

હાલ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેશનલ હાઈવે-48 પરનો વાહનવ્યવહાર વાઘલધારા પાસે બંધ કરાવી દેવામાં આવ્યો છે. જ્યારે આ બનાવ બન્યો તેની નજીકમાં જ આવેલી હોટલમાં પાર્ક કરેલા કેટલાક વાહનો સુધી આગ પહોંચી હોવાની વિગતો પણ સામે આવી છે.

 

આ  પણ  વાંચો  – અમદાવાદમ શહેરના આ રસ્તાઓ આવતીકાલે રહેશે બંધ

 

Whatsapp share
facebook twitter