+

Valsad : જુગારીઓનો નવો કીમિયો, જાણી તમને પણ નવાઈ લાગશે! મહિલા-પુરુષ સહિત 16 ઝડપાયાં

ઘર, હોટેલ કે પછી અન્ય સ્થળ પર ધમધમતુ જુગારધામ ઝડપાયું હોવાના સમાચાર તમે સંભાળ્યા હતા પરંતુ, હવે વલસાડમાં (Valsad) દોડતી ટ્રેનમાંથી જુગારધામ ઝડપાયું હોવાના ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોરબંદર…

ઘર, હોટેલ કે પછી અન્ય સ્થળ પર ધમધમતુ જુગારધામ ઝડપાયું હોવાના સમાચાર તમે સંભાળ્યા હતા પરંતુ, હવે વલસાડમાં (Valsad) દોડતી ટ્રેનમાંથી જુગારધામ ઝડપાયું હોવાના ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોરબંદર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી જુગારધામ ઝડપાયુ છે. પોલીસે પાર્સલના ડબ્બામાં જુગાર રમતા 9 પુરુષ અને 7 મહિલા સહિત કુલ 16 જુગારીઓની ધરપકડ કરી છે અને રૂ. 80 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ મામલે વલસાડ રેલવે પોલીસે (Railway Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાર્સલ ડબ્બામાં જઈ જુગાર રમતા હતા

વલસાડમાંથી (Valsad) ચોંકવાનારી ઘટના સામે આવી છે. રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં ધમધમતું જુગારધામ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી પોરબંદર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં (Porbandar Bandra Saurashtra Express train) તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ટ્રેનના પાર્સલ કોચમાં કેટલાક લોકો જુગાર રમતા (gambling in train) ઝડપાયા હતા. રેલવે પોલીસે 9 પુરુષ અને 7 મહિલા સહિત કુલ 16 જુગારીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે જુગારનું સાહિત્ય, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ રેલવે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, જુગારીઓ મુસાફરની જેમ ટ્રેનમાં ચડ્યા બાદ પાર્સલ ડબ્બામાં જઈ જુગાર રમી રહ્યા હતા.

સુરતમાં ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી જુગાર રમાડતાનો પર્દાફાશ

જો કે, આરોપીઓની ઓળખ હાલ સામે આવી નથી. પરંતુ, વલસાડ રેલવે પોલીસે ઝડપાયેલા તમામ 16 જુગારીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુરતમાં (Surat) પણ કાપોદ્રા પોલીસે ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી જુગાર રમાડતા જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 24 જુગારીઓની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો – Ahmedabad : નરોડામાં ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં થયું ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – Vadodara : નાના બાળકને બાઈકનું સ્ટિયરિંગ આપીને જોખમી સ્ટંટ કરતા શખ્સની ધરપકડ, કરી આ અપીલ

આ પણ વાંચો – VADODARA : કારમાં ઠાંસીઠાંસીને ભરેલો દારૂનો જથ્થો ઝડપાયો

Whatsapp share
facebook twitter