+

VADODARA : રોંગ સાઇડ આવતો ટ્રક બાઇક ચાલક માટે કાળ બન્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી (SAVLI) માં રોંગ સાઇડ આવતો ટ્રક (WRONG SIDE DRIVING TRUCK) બાઇક ચાલક માટે કાળ બન્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રકની પાછળનો…

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી (SAVLI) માં રોંગ સાઇડ આવતો ટ્રક (WRONG SIDE DRIVING TRUCK) બાઇક ચાલક માટે કાળ બન્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રકની પાછળનો ભાગ બાઇક ચાલકના માથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અને ચાલક બાઇક સાથે રસ્તા પર પટકાયો હતો. તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બાઇક ચાલકને 108 મારફતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પરિચીત ઘરે આવ્યા

સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં મગનભાઇ ભાંગાભાઇ ઠાકુર (રહે. પ્રતાપનગર, વસાહત, સાવલી – વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 4, મે ના રોજ રાત્રે ગામના પરિચીત લોકેશભાઇ પુટીયાભાઇ ભીલાલા ઘરે આવ્યા હતા. અને જણાવ્યું કે, મોટા ભાઇ છગનભાઇ ભીલાલા બાઇક પર સાવલીથી આવતા હતા. તે વખતે અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. જેમાં તેમને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે જરોદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા છે. જે બાદ તેઓ ઘરેથી નિકળીને સ્થળ પર પહોંચ્યા હતા.

જરોદ રેફરલ હોસ્પિટલ લઇ જવાયા

ત્યાં જઇને કમલેશભાઇ મગનભાઇ રોહિત પાસેથી જાણ્યું કે, એક અજાણ્યો ટ્રક ચાલક સમલાયાથી રોંગ સાઇડ આવતો હતો. તે વખતે મોટા ભાઇ બાઇક લઈને સાવલી તરફથી આવતા હતા. તેવામાં ચાલકે ટ્રકને રોંગ સાઇડમાંથી પોતાની સાઇડમાં કરવા જતા તેનો પાછળનો ભાગ બાઇક ચાલકના માથાના ભાગે અથડાયો હતો. જે બાદ બાઇક લઇને તેઓ રસ્તા પર પડ્યા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને 108 મારફતે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર ઇજાગ્રસ્તને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં રીફર કરી મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કેટલા સમયમાં પહોંચે તે જોવું રહ્યું

આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા ટ્રક ચાલક સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ટ્રક ચાલકને શોધી કાઢવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં પોલીસ કેટલા સમયમાં ટ્રક ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : મોડી રાત્રે અજાણ્યા શખ્સનો ફોન આવતા ધ્રાસ્કો પડ્યો

Whatsapp share
facebook twitter