+

VADODARA : પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ

VADODARA : વડોદરા પાસે આવેલા ડભોઇ – રતનપુર (DABHOI – RATANPUR) માં પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ (FIRE) લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીને મોટું નુકશાન…

VADODARA : વડોદરા પાસે આવેલા ડભોઇ – રતનપુર (DABHOI – RATANPUR) માં પ્લાસ્ટીકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ (FIRE) લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંપનીને મોટું નુકશાન થયું હોવાની ભીતી સેવાઇ રહી છે. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.

આસપાસના લોકો દોડી આવ્યા

વડોદરામાં હાલ ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. તેવામાં આગની ઘટનાઓમાં પણ વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આજે વડોદરા નજીક ડભોઇ-રતનપુરના જય એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટીકના પતરા બનાવતી ધ્રુમીલ ફાઇબર અને ફેબ્રિકેટર્સની કંપનીમાં ભીષણ આગ લાગવા પામી છે. જોત જોતામાં આગ પ્રસરતા ધુમાડાના ગોટેગોટા નિકળતા દુરથી જોઇ શકાતા હતા. જેને કારણે વિસ્તારમાં ભય પ્રસર્યો હતો. અને સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા.

કારણ હાલ અકબંધ

તો બીજી તરફ ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આ ઘટનામાં મોટો મુદ્દામાલ આગમાં સ્વાહા થઇ ગયો હોવાનું પ્રાથમિક સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જે બાદ કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

વિસ્તાર ફાયર ફાયટરોના સાયરનોથી ગુંજ્યો

જે બાદ આગ લાગવા પાછળના કારણો અને આગમાં કંપનીને થયેલા નુકશાનની તપાસ શરૂ કરવામાં આવનાર છે. ભીષણ આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. હવે આટલી ભીષણ આગ લાગવા પાછળ શું કારણ સામે આવે છે તેના પર નજર રહેશે. રવિવારના દિવસે વિસ્તાર ફાયર ફાયટરોના સાયરનોથી ગુંજી ઉઠતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.

આ પણ વાંચો — VADODARA : દસ કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને સામગ્રી રવાના થશે

Whatsapp share
facebook twitter