+

VADODARA : સ્ટેશન પર પાણીની પરબમાં ફેરિયો લોટ બાંધતો રહ્યો, મુસાફરો કતારમાં

VADODARA : વડોદરાના રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી પાણીની પરબ પર ફેરિયો લોટ બાંધતો રહ્યો અને મુસાફરો બોટલ લઇને કતારમાં પોતાનો નંબર લાગવાની…

VADODARA : વડોદરાના રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી પાણીની પરબ પર ફેરિયો લોટ બાંધતો રહ્યો અને મુસાફરો બોટલ લઇને કતારમાં પોતાનો નંબર લાગવાની વાટ જોઇ રહ્યા હોય તેવો વિડીયો (VIDEO) સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL) થતા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવી જોઇએ તેવી બુમો ઉઠવા પામી છે. હવે આ વિડીયો બાદ રેલવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે જોવું રહ્યું.

સોશિયલ મીડિયામાં વાયરલ

મધ્ય ગુજરાતમાં સૌથી મહત્વનું સ્થાન વડોદરા ધરાવે છે. અહિંયાથી અવર-જવર થતી ટ્રેનોને મોટાભાગે વડોદરા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવતું હોય છે. જેમાં મુસાફરો આવ-જા કરવાની સાથે જરૂરિયાતની વસ્તુઓ સ્ટેશન પરથી મેળવી શકે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો હોવાથી પીવાના પાણીની જરૂરીયાત વધી જાય છે. તેવામાં રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી પાણીની પરબનો ઉપયોગ સ્ટેશન પર માલ-સામાન વેચતા ફેરિયાઓ વધુ કરી રહ્યા હોવાની સાબિતી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

ફેરિયાની પાણીની જરૂરીયાતને પ્રાથમિકતા

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ફેરિયો પાણીની પરબ પર તપેેલુ લઇને તેમાં લોટ બાંધી રહ્યો છે. તે માટે જરૂરી પાણી પરબમાંથી લઇ રહ્યો છે. અને તેની પાછળ મુસાફરો પાણીની બોટલ હાથમાં રાખીને પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મુસાફરો કરતા ફેરિયાની પાણીની જરૂરીયાતને પ્રાથમિકતા મળી રહી છે.

તપાસ થવી જોઇએ

આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ફેરિયા દ્વારા મુસાફરોને પાણી ભરતા અટકાવી રાખવામાં આવ્યા હોય તેવો મત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ હાથમાં કોઇ પણ પ્રકારના મોજા પહેર્યા વગર લોટ બાંધવું કેટલુ સ્વાસ્થ્યપ્રદ છે તેની પણ તપાસ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : મજાક-મસ્તીથી વાત વણસતા પતાવી દેવાની ધમકી સુધી પહોંચી

Whatsapp share
facebook twitter