+

VADODARA : મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરી લઇ જતા ખાનગી વાહનોની જગ્યાએ સન્નાટો

VADODARA : વડોદરાથી અમદાવાદ (VADODARA TO AHMEDABAD) તરફ અલગ અલગ જગ્યાઓ પર લઇ જવા માટે મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જતા ખાનગી વાહનોની જગ્યાઓ પર હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે.…

VADODARA : વડોદરાથી અમદાવાદ (VADODARA TO AHMEDABAD) તરફ અલગ અલગ જગ્યાઓ પર લઇ જવા માટે મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જતા ખાનગી વાહનોની જગ્યાઓ પર હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વડોદરાથી અમદાવાદ જતી કારનો અકસ્માત થતા 10 લોકોના મૃત્યુ થયાની કમકમાટીભરી ઘટના સામે આવી હતી. ત્યાર બાદ વડોદરાની આરટીઓ (RTO OFFICE – VADODARA) કચેરી એક્શનમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ વડોદરામાં મુખ્યત્વે જે બે જગ્યાઓ પર ખાનગી વાહનો મોટી સંખ્યામાં મુસાફરો ભરીને જતા હતા ત્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે.

ખાનગી વાહનોનો ખડકલો જોવા મળતો

તાજેતરમાં વડોદરાથી અમદાવાદ તરફ ઠાંસી ઠાંસીને મુસાફરો ભરીને જતી કારનો નડિયાદ પાસે ઉભેલા ટેન્કર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 જેટલા નિર્દોષ મુસાફરોનું મૃત્યુ થયું હતું. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. આ ઘટના બાદ વડોદરા આરટીઓ કચેરી એક્શનમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના અમિત નગર સર્કલ અને દુમાડ ચોકડી આ બે જગ્યાઓ પર ખાનગી વાહનોનો ખડકલો જોવા મળતો હતો. દિવસમાં કોઇ પણ સમયે તમે અહિંયા જાઓ એટલે ખાગની વાહન મળી જ જાય. અહિંયાથી ખાનગી વાહનોમાં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને વડોદરાથી અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં લઇ જવામાં આવતા હતા. આ રીતે જોખમી સવારી ચાલતી હોવાનું કોઇનાથી છુપુ ન હતું. પરંતુ અત્યાર સુધી કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ખાનગી વાહન ચાલકોને છુટ્ટોદોર જેવું મળી ગયું હતું.

કામગીરીની સરાહના

જો કે, તાજેતરમાં અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ આરટીઓ કચેરી સતર્ક બની છે. અને આ બંને સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, હાલ આ બંને જગ્યાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ કારણોસર 350 થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં તંત્રને રૂ. 11 લાખથી વધુની આવક થઇ છે. તો બીજી તરફ લોકો આરટીઓ કચેરીની કામગીરીની સરાહના કરી રહ્યા છે. અને આ પ્રકારની કામગીરી વર્ષ દરમિયાન ચાલતી જ રહે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : લગ્નની જીદે ચઢેલા સગાથી બચવા યુવતિએ રાત્રે 3 વાગ્યે ફોન કર્યો

Whatsapp share
facebook twitter